નેસડા(ખા) ગામમાં 1500 થી વધુ વૃક્ષોનો વૃક્ષારોપણ મહાયજ્ઞ મહોત્સવ ઉજવાયો.

0
43
 

નેસડા(ખા) ગામને નંદનવન અને હરિયાળું બનાવવા માટે સદભાવના ટ્રસ્ટ સાથે સહયોગ કરી આજે 1500 થી વધુ વૃક્ષો નું અભિયાન સમસ્ત ગામ લોકો એ પરિવાર સાથે એક – એક વૃક્ષ નું મંત્રોચ્ચાર અને શ્લોકગાન સાથે બ્રાહ્મણની હાજરીમાં વૃક્ષોનું રોપણ કરી ઉજવણી કરી હતી. પરિવારોની હાજરીથી વૃક્ષોમાં ગામની એકતાના દર્શન કરાવ્યા હતા.

વૃક્ષારોપણ થી ગામના મુખ્ય રસ્તાઓ વૃક્ષોમય થઈ ગયા અને ગામમાં ઓક્સિજન પાર્ક સમાન મોહન , કેશવ , રાઘવ અને માધવ ચાર વાટીકાઓ બની છે.

આ અભિયાનમાં ગામનાં ઘેર ઘેર દરેક પરિવારે સહયોગ અને યોગદાન આપેલ છે. અભિયાનમાં મહાદેવભાઈ ભાડજાએ સૌથી વધુ યોગદાન આપેલ છે. આ ઉપરાંત જસમતભાઈ ભાડજા , હરેશભાઈ ભાડજા , નિલેશભાઈ ભાડજા , સ્વ. ક્રિષ્નાબેન કોરડીયા અને વિનોદભાઈ ભાડજાના પરિવાર તરફથી મળેલ યોગદાન વડે આજે ગામમાં દરેક રોડ પર અને ગામની મુખ્ય જગ્યાઓમાં 1500 થી વધુ વૃક્ષો વૃક્ષારોપણ કરી ગામને નંદનવન અને હરિયાળું બનાવ્યુ.

આ અભિયાનમાં ગામના સરપંચશ્રી દિનેશભાઈ ગડારા , નંદલાલભાઈ ભાડજા, ડૉ. નિલેશભાઈ ભાડજા , ધનજીભાઈ ગઢિયા , અંબારામભાઈ ભાડજા, મનસુખભાઇ ભાડજા , , વિજયભાઈ ભાડજા અને નેસડા(ખા) ગૌ શાળા ટીમના સભ્યો તથા ગામલોકોના સહયોગથી આ અભિયાન પૂર્ણ થયું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here