મહીસાગર એસીબીએ ગેરકાયદે ગર્ભપાત કરનાર બે મહિલાની ધરપકડ કરી

0
55
સંતરામપુર ગેરકાયદે ગર્ભપાત કેસ:-

સંતરામપુર ::- અમિન કોઠારી

યુવતીનો ગર્ભપાત કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી, પૂછપરછમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા..

મહીસાગર એલસીબીએ ગેરકાયદે ગર્ભપાત કરનાર 2 મહિલાની ધરપકડ કરી છે

મહીસાગર એલસીબીએ બંને મહિલાની સઘન પૂછપરછ શરૂ કરી….

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં નાની ઉંમરની યુવતીનો 4 મહિલાઓ દ્વારા ગર્ભપાત કરવામાં આવતો હોવાનો વીડિયો બહાર આવતા દ્વારા તંત્ર દોડતું થયું હતું. મહીસાગર એલસીબીએ આ મામલે ગેરકાયદે ગર્ભપાત કરનાર 4 પૈકી 2 મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાઓની પૂછપરછમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા છે.

4 મહિલાઓ દ્વારા યુવતીનો ગર્ભપાત કરવામાં આવતો હોવાનો વીડિયો બહાર આવતા દ્વારા તંત્ર દોડતું થયું હતું

ગર્ભપાત કરાવતા વીડિયોથી ચકચાર મચી ગઇ હતી
સંતરામપુરના શિકારી ફળીયાના મકાનમાં ચાલી રહેલા બાળકની હત્યાનો ગોરખ ધંધાથી માત્ર 100 મીટર દૂર આવેલ પ્રિયલ હોસ્પિટલમાં સ્ટાફ કાળીબેન સંગડા હોવાની પુષ્ટિ થઇ હતી. જેઓ 20 વર્ષથી પ્રિયલ હોસ્પિટલમાં નોકરી કરે છે. જેઓ સંતરામપુરના શિકારી ફળિયામાં ભાડાના મકાનમાં રહે છે. ભાડાના મકાનની પાછળના ભાગે સીરીન તથા ડાધાવાળા કપડા પડેલા જોવા મળ્યા હતા. ગર્ભપાત કરાવતા વીડિયોથી ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ભાડા મકાનની આસપાસના રહીશોના નિવેદનો લીધા હતા. જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરની પણ નર્સ કાળીબેન વિષે પૂછપરછ કરી હતી.

 

 

 


મુખ્ય મહિલા કાળીબેન સંગાડા

પોલીસે ચારેય મહિલાઓની ઓળખ કરીને ધરપકડ કરી

 

 

 

પોલીસે વીડિયોમાં જોવાતી 4 મહિલામાં એક મુખ્ય મહિલા ગર્ભપાત કરાવતી અને અન્ય 3 મહિલાઓને સહાયક બતાવીને તેઓની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ-25 તથા ધી મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગનેન્સી(એમટીપી) એકટ 1971 કલમ 4,5 મુજબનો ગુનો નોધીને મુખ્ય મહિલા કાળીબેન સંગાડાની શોધખોળ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન પોલીસે બે મહિલાઓની ઓળખ કરીને ધરપકડ કરી છે અને બંનેની પૂછપરછ શરૂ કરી છે.
તપાસમાં કાળીબેનના ઘરે મળેલી ગર્ભપાત કરવાની ગોળી આવી ક્યાંથી ?

 

 

 

મો
મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી અને પોલીસ તપાસ દરમ્યાન કાળીબેનના ઘરે ગર્ભપાત કરવા માટે 6 ગોળી મળી હતી. ગોળીઓ ડોકટરના લખાણ વગર ન મળે તો ગોળી આવી ક્યાંથી?? કોઈ ડોક્ટર કે કયા દવાના સ્ટોરમાંથી આવી જેવા સવાલો ઉભા થયા છે.

 

 

પોલીસે પકડેલી મહિલાઓની સઘન પૂછપરછ શરૂ કરી

 

ખુલ્લા આકાશ નીચે, ઓરડીમાં ઘોર પાપ
મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે, ઓરડીમાં ઘોર પાપ આચરવામાં આવ્યું હતું. આ ઘોર પાપ મહિલાની કૂખમાં રહેલા બાળકને મારી નાખવાનું હતું. પહેલા તો મહિલાને બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો અમાનવીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

 

 


મહિનામાં બે થી ત્રણ વાર ગર્ભપાત કરાતો હતો: રહીશો
ભાડાના મકાનની આસપાસ રહેતા રહીશોના જણાવ્યા અનુસાર કાળીબેન આ મકાનમાં મહિનામાં બેથી ત્રણ વાર બહારના લોકોને લાવતી હતી. પડોશીઓ પૂછતા તો કાળીબેન બહારથી બહેનપણીઓ આવી હોવાનું જણાવતી હતી. છેલ્લા 3 વર્ષથી કાળીબેન અને તેની સાથેની મહિલાઓ ગર્ભપાત કરીને ગોરખધંધો ચલાવતી હતી. મહિનામાં બેથી ત્રણ વાર ગર્ભપાત કરીને કાળીબેન એક ગર્ભપાતના 10થી15 હજાર લઇને ભ્રુણહત્યા કરતી હતી.

 

મહિલાઓની પૂછપરછમાં વધુ નામ બહાર આવે તેવી.. શક્યતા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here