મેઘરજ સોશિયલ મીડિયા પર ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ મુકતા જૂથ અથડામણ સર્જાઇ

0
26અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

સમગ્ર વિશ્વમાં એન્ડ્રોઇડ મોબાઈલ નો યુગ ચાલી રહ્યો છે મોબાઈલના માધ્યમ ના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ જોવા મળી રહ્યા છે આવા જ એક કિસ્સામાં અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વો દ્વારા ધર્મ પ્રત્યેની લાગણી દુભાવતા વીડિયો વાયરલ થતા બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી..

પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરજ શહેરમાં સાંજના સુમારે બે જૂથ ની સામ સામે સોશિયલ મીડિયા પર થયેલા વિડિયો વાયરલ થી જૂથ અથડામણ સર્જાઇ હતી ચોક્કસ કોમ ને ટાર્ગેટ બનાવવાના હેતુથી લાકડીઓ પાઈપો દ્વારા એક કોમ નું ટોળું ગસિઆવતા તંગદિલી સર્જાઈ હતી બંને જૂથના લોકો દ્વારા સામ સામે નામ જોગ 35 શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઇ હતી બે જૂથ વચ્ચે અથડામણ નેલઈ મેઘરજ પી.આઇ અને ડી.વાય.એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો સમગ્ર બનાવના પગલે પોલીસ દ્વારા સમગ્ર મેઘરજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આગામી એક દિવસ બાદ બકરી ઈદનો તહેવાર હોવાથી કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઇ પોલીસ સતર્ક જોવા મળી હતી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર મેઘરજ ના સોનું પ્રજાપતિ એ પોતાના મોબાઈલમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકવાથી ધાર્મિક લાગણી દુભાવવાનો આક્ષેપ કરાયો હતો પોલીસ દ્વારા રાઇટીંગ તથા વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસ ની સત્તરકતા અને ચુસ્ત બંદોબસ્ત થી હાલ મેઘરજ શહેરની પરિસ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે

ફરિયાદી હબીબભાઈ સુલેમાનભાઈ ડાયા રહે ઘાંચી વાળા આરોપી નંબર ૧) જીગ્નેશભાઈ મહાશંકર પંડ્યા ૨) દીપ અશોકભાઈ ગાંધી ૩) પ્રીત કૌશિક ભાઈ પંડ્યા ૪) સોનુ રમેશભાઈ પ્રજાપતિ ૫) પ્રદીપભાઈ ઉપાધ્યા ૬) પ્રીત ગોપાલ ઉપાધ્યા ૭) અંકિત પંકજ ગાંધી ૮) વિર્મશ ગોર ૯) ગોપાલ મીઠાલાલ મારવાડી ૧૦) રૂષભ શાંતિલાલ મારવાડી ૧૧) જયેશભાઇ ઉપાધ્યાય ૧૨) જીગો ત્રિવેદી ૧૩) શામળભાઈ ઉપાધ્યા (ગલ્લાવાળો) ૧૪) મનીષભાઈ પ્રજાપતિ ૧૫) ત્રિપેન્દ્ર ભાસ્કર પંડ્યા ૧૬) જીગ્નેશ રાજુભાઈ ફણેસા ૧૭) મુનીર જીગ્નેશ પંડ્યા ૧૮) પાર્થ જીગ્નેશ ભાઈ પંડ્યા રહે તમામ મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી

ફરિયાદી સોનુ કુમાર સ/ઓ રમેશભાઇ રામાભાઇ પ્રજાપતિ રહે પ્રજાપતિ વાસ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી તરફ આરોપી આરોપી નંબર ૧) વાહીદ મેઘરજીયા ૨) ઓવેશ મોરીવાલા ૩) આરબ મોરીવાલા આરોપી નંબર ૪) મુસ્તફા દાઉદ બંગા (અમૂલ પાર્લર ) તોકિર બાકરોલીયા ૫) સાકીબ મુસ્તફા બંગા ૬) ઘેરવાલ ૭) ફઝલ બાકરોલીયા ૮) સફાન બાકરોલીયા (ઓઢી) ૯) અર્ષ બાકરોલીયા ૧૦) આસિફ દિલ ૧૧ સાહિલ ડાયા ૧૨) સોહેલ બંગા ૧૩) સંજર બંગા ૧૪) સાહેલ ખાન ૧૫) (ડોંગર મીયા ) શાહરૂખ ૧૬) ફૈજયો ભીખાભાઈ બાંકરોલીયા ૧૭) સાહિલ બાકરોલીયા રહે તમામ મેઘરજ તાલુકો મેઘરજLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here