મોરબી CA એસો.ના પ્રમુખ જન્મદિને રખાયેલ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા ધારાસભ્ય

0
27CA એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ સીતાપરાના જન્મદિને રખાયેલ બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ સીતાપરાના ૫૦ માં જન્મદિન નિમિતે સંસ્કાર બ્લડ બેન્ક ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પની મોરબી – માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રૂબરૂ મુલાકાત લઈ રક્તદાન કરનાર યુવકોને પ્રોત્સાહન પૂરું પાડયુ હતું. સાથોસાથ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસિએશનના પ્રમુખશ્રીએ પોતાનો જન્મદિવસ આવા માનવતાવાદી કાર્ય દ્વારા અનેરી રીતે ઉજવીને પ્રેરણાદાયી પગલું ભરેલ છે તે બદલ વિજયભાઈ સીતાપરાને ધારાસભ્યએ ખાસ અભિનંદન આપી ઉપસ્થિત ચાર્ટડએકાઉન્ટન્ટ એસોસિએશનના આ સ્તુતિય પ્રયાસને બિરદાવ્યો  હતો.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here