મોહસીને આઝમ મિશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત 2300 કીટોનું વિતરણ કરવામાં આવશે

0
31અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
મોહસીને આઝમ મિશન દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત 2300 કિટો નું વિતરણ કરવામાં આવનાર છે..જેનું વિતરણ આજે એટલેકે 19 અને 20 તારીખે થશે.. આ અભિયાન ને લોકો નો જબરજસ્ત સાથ અને સહકાર મળી રહ્યો છે… મિશન ની અપીલ ઉપર દર વર્ષે લોકો કીટ મેળવી અને તેનો ઉપયોગ કરી કચરા નો યોગ્ય નિકાલ કરવામાં મદદરૂપ થાય છે
મિશન ના સેન્ટ્રલ કમિટી મેમ્બર તરીક બાંડી એ જણાવ્યું હતું કે સમગ્ર અરવલ્લી જિલ્લામાં માં બકરા ઈદ નિમિતે મુસ્લિમ બિરાદરો મિશન ના આ અભિયાન ને સફળ બનાવે છે અને પ્રશાસન નો પણ પૂરતો સાથ સહકાર મળી રહે છે તેમને સમગ્ર મુસ્લિમ બિરાદરો ને કુરબાની કીટ મેળવી તેનો ઉપયોગ કરી શહેર નેસ્વચ્છ રાખવા અપીલ કરી હતી…મિશન ના આ અભિયાન ને સફળ બનાવવા માટે પ્રમુખ સૈયદ અશિકે રસુલ સાહેબ સેક્રેટરી ગુલામનબી બારીવાલા અને તેમની સમગ્ર ટિમ મેહનત કરી રહી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here