મોરબી ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા સેવાધારી સાથે પત્રકારો નુ સન્માન સમારોહ યોજનાઓ

0
36મોરબ ખાતે રાષ્ટ્રભાવના સાથે સેવાને વરેલી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી સમગ્ર મોરબી પંથકમાં તેના સેવાકીય કાર્યોથકી જાણીતી છે આવી સંસ્થા દ્વારા કોરોનાકાળમાં નિસ્વાર્થ સેવા કરનાર સેવાધારીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ સાથે સાથ વહીવટીતંત્ર અને પ્રજાને જાગૃત રાખનાર પત્રકાર મિત્રોના સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં ગત તા.૧૮/૦૭/૨૦૨૧ના રોજ ઓમશાંતિ હોલમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ કુસુમબેન પરમાર ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા અતિથીઓ સર્વે પ્રવીણભાઈ કારીયા
(ધોધુભાઈ), કરમશીભાઈ પરમાર અને નીલેશભાઈ ગામી હાજર રહેલ જેમાં સેવાધારી સર્વે દેવેનભાઈ રબારી(યંગ ઈન્ડિયા ગ્રુપ), કેતનભાઈ વિલપરા, યશ હિરાણી, કમલેશ અમદાવાદી, ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી નું નેશનલ ચેરમેનવતી સન્માન કરવામાં આવેલ તેમજ મોરબીના પત્રકાર મિત્રોનું કલબ તરફથી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ દરમ્યાન દેવેનભાઈ રબારી અને જયરાજસિંહ જાડેજાએ મોરબી અને આસપાસના વિસ્તારોમાં કલબ દ્વારા થતા સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કરી અભિનંદન આપેલા તો કલમના આવા સેવાકીય કાર્યોથી પ્રેરાઈને નગરપાલિકા પ્રમુખ એ મોરબી કલબમાં સભ્ય તરીકે જોડાવવાની ઙજાહેરાત કરેલ તો પત્રકાર મહેશભાઈ સિંધવ દ્વારા પણ કલબના સભ્ય તરીકે કાર્યકરવા તત્પરતા બતાવી કલબમાં જોઈન્ટ થવાની જાહેરાત કરેલ.

અંતમાં મોરબીના જુનીપેઢીના શિક્ષણવિદ્દ એસ.એચ.શાસ્ત્રી કલબના કાર્યોને બીર્દાવેલ કાર્યક્રમ પૂર્ણથયા બાદ ભોજન સમારંભ લઇ બાદ સૌ છુટા પડેલ કાર્યક્રમને સફળ બનાવવા ભાવેશભાઈ દોશી, હર્ષદભાઈ ગામી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ હતી જે તસ્વીરમાં નજરૂ પડે છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here