સાપુતારા ઘાટ માર્ગે નાના મોટા વાહનો આગળ પાછળ ભટકાતાં અકસ્માત સર્જાયો

0
25ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં નાના મોટા ચારેક વાહનો આગળ પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો…

 

પ્રાપ્ત વિગતો અનુસાર રવિવારે પ્રવાસીઓનાં ઘોડાપુરનાં પગલે સાપુતારાથી શામગહાનને સાંકળતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નાના મોટા વાહનોથી ભરચક બન્યો હતો.રવિવારે મોડીસાંજે સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિમાં ટ્રક,ટેમ્પો,સ્વીફ્ટ કાર અને ફોર્ચૂંનર કાર આગળ પાછળ ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં સ્વીફ્ટ કાર તથા ફોર્ચૂંનર કારને મોટુ નુકસાન થયુ હતુ.સદનસીબે આ અકસ્માતનાં બનાવમાં કોઈ પ્રવાસીઓને ઈજા ન પોહચતા મોટી દુર્ઘટના ટળી હતી.અહી અકસ્માતનાં પગલે ઘાટમાર્ગમાં થોડાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.સ્થળ ઉપર સાપુતારા પોલીસની ટીમે ધસી જઈ તમામ વાહનોને સાઈડમાં ખસેડી લેતા વાહનવ્યવહાર પૂર્વરત થયો હતો..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here