તમામ કોર્ટોની કાર્યવાહીનું આજથી થશે જીવંત પ્રસારણ

0
35સોમવારથી ગુજરાત હાઇકોર્ટની તમામ કોર્ટોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવશે. જીવંત પ્રસારણ માટે હાઇકોર્ટે ઘડેલા લાઇવ સ્ટ્રીમિંગ રૂલ્સનું આજે ભારતના ચીફ જસ્ટિસ એન.વી. રામન્ના દ્વારા ઓનલાઇન વિમોચન કરવામાં આવ્યું હતુ. ચીફ જસ્ટિસ રામન્નાએ વિમોચન દરમિયાન કહ્યું હતું કે લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધા સુનિશ્ચિત કરવા કોર્ટ સુનાવણીનું જીવંત પ્રસારણ મહત્વનું પગલું છે.

ચીફ જસ્ટિસ રામન્નાએ કહ્યું હતું કે કોર્ટ સુનાવણીઓ હંમેશાથી અરજદારો, વકીલો અને સામાન્ય નાગરિકો માટે ખૂલ્લી જ રહેતી આવી છે, પરંતુ ગરીબીના કારણે સર્જાતી કડવી વાસ્તવિકતાઓ, કોર્ટ સુધી આવવાનો ખર્ચ, જાગરૂકતાનો અભાવ, સમય અને સ્થળના કારણે મોટાભાગના નાગરિકો સક્રીયતાથી કોર્ટ સુનાવણીઓ જોઇ શક્યા નથી. તેમણે વધુ ઉમેરતા કહ્યું હતું કે લાઇવ સ્ટ્રિમિંગના લીધે જજો ઉપરનું દબાણ વધશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here