રાજ્યની વિકાસયાત્રા ના સાક્ષી અને લાભાર્થી દ્વારકા જિલ્લામા થશે વિશેષ ઉજવણી

0
36
દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને પાંચ વર્ષ આપણી સરકારના,સૌનો સાથ, સૌનો વિકાસ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ

 

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૫ વર્ષ આપણી સરકારના,  સૌનો સાથ, સૌનો વિકાસ, પાંચ વર્ષની વિકાસ યાત્રાને વણી લેતી યોજનાઓ અને કાર્યસિધ્ધિને પ્રતિબિંબત કરવા રાજ્ય સરકાર દ્વારા ૧લી ઓગષ્ટ થી ૯મી ઓગષ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવનાર છે, જે અન્વયે દેવભૂમિ દ્વારકાના જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના ૫ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસના કાર્યક્રમ અન્વયે રાજ્યના તમામ જિલ્લાઓની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧લી ઓગષ્ટના રોજ “જ્ઞાન શક્તિ દિન”, ૨જી ઓગષ્ટના રાજ્યભરમાં ૫૦૦ જેટલા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરી “સંવેદના દિન”, મુલાકાતીઓનો દિવસ અને કેબિનેટ બેઠક ૩જી ઓગ્સ્ટને મંગળવારના રોજ યોજવામાં આવશે તેમજ ૪થી ઓગષ્ટના રોજ મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો અને સખી મંડળો કાર્યક્રમ થકી રાજ્યની ૧ લાખ બહેનોને બેન્ક ધિરાણના કાર્યક્રમો યોજી “મહિલા સશક્તિકરણ દિન”ઉજવવામાં આવશે.

રાજ્યભરમાં ૫મી ઓગષ્ટના રોજ ૫૦ કિસાન સૂર્યોદય યોજના અને ૫૦ સાત પગલા ખેડુત કલ્યાણ યોજનાના મળીને કુલ ૧૦૦ જેટલા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે ખેડુત તાલીમ કાર્યક્રમ ફેઝ-૨નો શુભારંભ કરીને “ધરતીપુત્ર સન્માન દિન”ની ઉજવણી કરવામાં આવશે.

૬ઠ્ઠી ઓગષ્ટએ સમગ્ર રાજ્યમાં ૩૩ રોજગાર મેળા અને ૫૦ હજાર યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરી “યુવા શક્તિ દિન”ની ઉજવણી અને ૭મી ઓગષ્ટના રોજ “ગરીબ ઉત્કૃર્ષ દિન” અને ૮મી ઓગષ્ટના રોજ “શહેરી જનસુખાકારી દિન”ની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના ૨૮ સ્થળોએ વિવિધ કાર્યક્રમોની ઉજવણી સાથે “વિશ્વ આદિવાસી દિવસ” ૯મી ઓગષ્ટના રોજ કરવામાં આવશે જે અન્વયે જિલ્લાના વહીવટી અને પંચાયત વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.એમ.જાની સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત કાર્યક્રમ થકી રાજ્યના લોકોને વિવિધ લોકસુખાકારી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવશે જેનાથી લોકોને વિવિધ સુવિધાઓ અને યોજનાઓનો લાભ મળશે.    તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી યુ.જે.બરાળના માર્ગદર્શન હેઠળ અહેવાલ બનાવતા માહિતી મદદનીશ સંજયસિંહ ચાવડા તથા એચ.એ. ગોજીયાં અને ફોટોગ્રાફર જીજ્ઞેશ ગોજીયાંએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here