સંવેદનશીલ સરકારના સંવેદનશીલ સાંસદશ્રી દ્વારા કરેલ લાગણીસભર પ્રસંગ.

0
21રિપોર્ટર-જુનેદ ઇશાકભાઈ પટેલ-ફતેપુરા(દાહોદ)

સંવેદનશીલ સરકારના સંવેદનશીલ સાંસદશ્રી દ્વારા કરેલ લાગણીસભર પ્રસંગ.

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણક્ષેત્રમાં સરકારી શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓનું કોરોના કાળમાં અકાળે અવસાન થયું છે તેમને મરણોત્તર તમામ લાભો ચૂકવવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત તમામની વારસાઈ કરી પેંશન વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી છે. સંબંધિત તમામ કેસોના લાભોની જિલ્લા કક્ષાએથી ચુકવણી કરવામાં આવી રહી છે. આવા સંવેદનશીલ પ્રસંગના ભાગરૂપે આજ રોજ તારીખ-17-07-2021ના રોજ માન. સાંસદશ્રી જશવંતસિંહજી ભાભોરસાહેબના હસ્તે સંજેલી તાલુકાના નેનકી ગામના નિવાસી શ્રીમણિલાલ પલાસને તેઓના ધર્મપત્ની સ્વ. મુનિયા સુમિત્રાબેન ભાથુભાઇનું એપ્રિલ 2021માં અવસાન થયેથી મરણોત્તર તમામ લાભોની ચુકવણી મંજૂરી થઈ આવતા તમામ સાધનિક પત્રકો મજકુર લાભાર્થીના પ્રતિનિધીને અર્પણ કરવામાં આવ્યા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here