ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી : ધારી ખેડા સુગરફેક્ટરી ખાતે જળસંચય પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો

0
37ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી : ધારી ખેડા સુગરફેક્ટરી ખાતે જળસંચય પ્રોજેક્ટ ખુલ્લો મુક્યો

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ થતાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા સુગર ફેકટરી અને ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરી અમૂલ્ય પાણી બચાવવાના “વરસાદી પાણી સંગ્રહ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોને સંબોધતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જો ચૂંટણી જીતવી હશે તો બુથ જીતવું પડશે, આવનારી 2022 વિધાનસભા ચૂંટણીની 182 બેઠકો જીતવા ભાજપના દરેક કાર્યકરોએ બુથ સમિતિ અને પેજ કમીટી પર વધુ ધ્યાન આપવું પડશે પ્રદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશમાં વિકાસની રાજનીતિ ગુજરાતથી પ્રસ્થાપિત થઈ શકે છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here