સરકારી કર્મચારીઓના પેન્શન નિયમોમાં થયો ફેરફાર

0
26સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓની પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે, જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના પર આશ્રિત લોકોને મદદ મળશે. આ અંતર્ગત આશ્રિતોને પેન્શનના 50 ટકા નાણાં આપવામાં આવશે..

નવા નિયમ મુજબ સરકારી કર્મચારી પર આશ્રિત લોકો માટે પેન્શન માટેની 7 વર્ષની સર્વિસની શરતના નિયમને ખતમ કરી દેવામાં આવ્યો છે. હવે જો કોઈ કર્મચારી 7 વર્ષની સર્વિસ પૂર્ણ થતાં પહેલાં મૃત્યુ પામે છે, તો કર્મચારીના પરિવારને પેન્શનના 50% નાણાં આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ પછી મળનારા પેન્શનની શરતો ખતમ કરી દેવામાં આવી છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં આ સ્થિતિને કારણે પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળી શક્યો ન હતો.

ખૂબ લાંબા સમયની રાહ જોવડાવ્યા પછી કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું- ડી.એ. ને ફરીથી બહાલ કર્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનભાગીઓ માટે મોંઘવારી ભથ્થું અને મંઘવારી રાહત 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દરો 1 જુલાઈ, 2021 થી લાગુ થશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here