ગુજરાત દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ ૧૯૬૯નો સતાથી દુર ઉપયોગ કરી જમીન હક નાબુદ કરવાનું ષડયંત્ર.

0
30
૧૫-૧૧-૧૯૬૯ પહેલા એટલે કે ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૧ પુર્વેથી ખેતી કરનાર અને ૧૯૫૫/૫૭ થી ગણોત ખેડુત બનેલા કોઇપણ મજકુરને દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ તેમજ તેના અમલ અનુસંધાને ઉત્પન્ન થયેલ ઠરાવો, પરીપત્રો લાગુ પડતા નથી,

ઉપરાંત ગણોતધારાના પ્રારંભ સમયે સાર્વજનીક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૧ થી નોંધાયેલા શૈક્ષણિક, ધાર્મિક, ગૌશાળા, પાંજરાપોળ ટ્રસ્ટની જમીનો ઉપર દહાડીયા ખેતમજુર તરીકે જાત શ્રમ કરનારાઓને એ જમીનના કબ્જેદાર ભોગવટેદાર તરીકે તે જમીનને ગણોત જમીનમાં ગણીને કોઇને ગણોત ખેડૂત ગણવામાં આવે નહીં તેટલા પુરતી ગણોત ધારાની કલમ ૮૮-ખ નુ શુદ્ધ પવિત્ર અર્થઘટન રહેલું છે,

કોઇ ટ્રસ્ટ પાસે ૧૯૫૫ પહેલાથી ખેતીની જમીન હોય તો એ જમીનમાંથી કોઇ મજકુરને ગણોત જમીન આપવી નહી તેવા અર્થમાં ફકત તે સમય પુરતો ગણોતધારો લાગુ પડેલ નથી પરંતુ ખેતીની જમીન હોવા છતાં ભોગવટેદાર ટ્રસ્ટને જાતે ખેતી કરનાર વ્યક્તિ ગણીને ખેડૂત હક આપવામાં આવેલ નથી, ટ્રસ્ટો જમીન ખરીદી શકતા નથી અને જમીન વેચાણ કરી શકતા નથી,

દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ અનુસાર ૧૯૬૯ પછી દેવસ્થાનની જમીન ઉપર કોઇ મજકુર ગણોત ખેડૂત બની શકે નહી તેવું અર્થઘટન કરવામાં આવે છે પરંતુ જો તે મજકુર ના પુર્વ વડીલો ૧૯૫૧ પુર્વે અને ૧૯૫૪-૫૫ ના પ્રમલગેશનથી તે જમીનના કબ્જેદાર હોય અને કાયમી ખેતી કરતા હોય તેમજ તે સમયે દેવસ્થાન તરીકે ઓળખાતી કે મળેલ જમીનનું કોઇ ટ્રસ્ટ નોંધણી થયેલ ના હોય તો, તેવા કબ્જેદાર ભોગવટેદાર બંધારણની કલમ ૧૪-૪૪ મુજબ ૧-૪-૧૯૫૭ થી ગણોત ખેડૂત હક અન્ય ગણોતીયાની જેમ સમાનતાથી પ્રાપ્ત થયેલો ગણાય..

દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ ૧૯૬૯ અને ગણોત વહિવટ અને ખેતી જમીન અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૮૮-ખ ને એકસાથે વંચાણે લેતાં જો કોઇપણ મજકુર દેવસ્થાનની જાળવણી કરતાં હોય દેવમંદિરના પુજારી કે સંચાલક હોય તો પણ ૧૯૫૧ પુર્વેથી તે મજકુર કે તેના ઉતરોતર પુર્વ વડીલ, પિતા, દાદા, પરદાદા જે તે સમયે જાતે ખેતી કરી કુટુંબનો નિર્વાહ કરતાં હોય તો દેવસ્થાન અધિનિયમ કે ગણોતધારાની કલમ ૮૮-ખ લાગુ પડતી નથી..

ગણોતધારાની કલમ ૮૮-ખ ની અસર ૧૯૫૧ પુર્વેના જમીન કબ્જેદારોને લાગુ પડતી નથી કારણકે ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૧ માં અસ્તિત્વમાં આવેલ છે,

દેવસ્થાન ધારા (૧૫-૧૧-૧૯૬૯) ની અસર ફકત ૧૯૫૭ પહેલા નોંધાયેલ ટ્રસ્ટની જમીન પુરતી સિમિત રહે છે, ગણોતધારો અમલમાં આવ્યાની તારીખ સમયે ૮૮-ખ અમલમાં આવેલ છે એટલે તે સમયે ટ્રસ્ટના તાબાની જમીનો ઉપર શ્રમ કરતાં કોઇ ખેતમજુરને ગણોત ખેડૂત હક આપેલા નથી જેને પણ ખેડૂત હક આપેલા છે તે કોઇ ટ્રસ્ટ અસ્તિત્વમાં નહોતુ તેવી જમીનોના કબ્જેદારોને ૧૯૫૭ ના સમયે આપેલા છે.

૧૯૫૧ થી ૧-૪-૧૯૫૭ દરમિયાન દેવસ્થાન ટ્રસ્ટની નોંધણી થયેલ હોય તેની ખેતીની જમીનને દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ અને સૌરાષ્ટ્ર બારખલી નાબુદી અધિનિયમ વગેરે લાગુ પડે છે

૧૯૫૭ પુર્વે દેવસ્થાનનું કોઇ ટ્રસ્ટ અસ્તિત્વમાં નહોતું એટલે કે ખેતીની જમીન ઉપર મજકુરના કુટુંબ નિર્વાહનો એકમાત્ર આધાર હતો અને મજકુર તથા તેનું કુટુંબ જાતે ખેતી કરતાં હતાં તેવા ૧૯૫૭ થી ગણોત ખેડૂત તરીકે જમીન ધારણ કરનારાઓને દેવસ્થાન ધારો લાગુ પાડી શકાય નહી. કારણકે તે ખેડૂતને સમાનતાથી ગણોતધારાની કલમ ૩૧-૩૨ મુજબ ગણોત ખેડૂત હક પ્રાપ્ત થયેલ છે.

દેવસ્થાન ઈનામ નાબુદી અધિનિયમ ૧૯૬૯ ફકત ૧૯૫૧ થી ૧૯૫૭ ના સમય ગાળા દરમિયાન ટ્રસ્ટ અસ્તિત્વમાં હોય તો તેવા ટ્રસ્ટ સંચાલિત દેવસ્થાનની જમીનોને લાગુ પડે છે, બદઇરાદાથી સતા ભોગવતા તત્કાલીન સતાધીશો અને ભ્રષ્ટ બુદ્ધિના રાજયસેવક અધિકારીઓએ ગુ. દે.ઈ.ના.અધિનિયમનું દુષ્ટપ્રભાવી અર્થઘટન કરીને લાખો ગણોત ખેડૂતોના હક તથા જમીનો છિનવી લેવા સતાનો પક્ષપાતી દુરુપયોગ કર્યો છે,

દેવસ્થાન ઇનામ નાબુદી અધિનિયમ ૧૯૬૯ માં ઉત્પન્ન થયા પુર્વે મુંબઇ ગણોત વહિવટ અને ખેતી જમીન અધિનિયમ અને તેની કલમ ૮૮-ખ અમલમાં આવેલ છે, તે સમયે ટ્રસ્ટની જમીનના કોઇ કબ્જેદાર ગણોતીયા હશે નહી,

૧૯૬૯ પછી સાધુ, બ્રાહ્મણ, પુજારી કે મંદિર કે અન્ય કોઇ ધર્મના ધર્મસ્થાનનું સંચાલન કરનાર, પુજા કરનાર, દેખભાળ કરનાર ૧૯૫૧-૫૫-૫૭ થી ખેડૂત ગણોત ખાતેદાર હોય તો પક્ષપાતની અનીતિથી તેવા ગણોત ખાતેદારોની જમીનોમાં ૧૯૬૯ પછી કોઇ ટ્રસ્ટ દાખલ કરી શકાય નહી, ફકત ૧-૪-૫૭ પહેલા તે દેવસ્થાન કે ધર્મસ્થાનનું અસ્તિત્વ હોય તો ૮૮-ખ અન્વયે ટ્રસ્ટ દાખલ કરી શકાય અન્યથા ૧૯૬૯ પછી નોંધાયેલ કોઇપણ ટ્રસ્ટ ને ૧૯૫૭ પહેલાના કબ્જેદાર ભોગવટેદાર ગણોત ખાતેદારની જમીનોમાં ટ્રસ્ટ દાખલ કરી શકાય નહી,

૧૯૬૯ ના અધિનિયમનો અમલ એપ્રિલ ૨૦૧૦ પછી અનર્થઘટન કરીને પછાત નાના સમાજના લોકોની જમીનો છિનવી લેવા બદઇરાદાથી ગણોત ખેડૂત હકક નાબુદ કરવાના ઠરાવો, પરીપત્રો, સુચનાઓ ગેરકાયદેસર અને અપ્રમાણિકતાથી કરવામાં આવતી સતાધીશોની ગુનાહિત પ્રવૃતિ ગણી શકાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here