ડેડીયાપાડા : નર્મદા LCB એ બાયોડીઝલ કૌભાંડ ઝડપી પાડ્યુ, ૧૩.૩૫ લાખનો મુદ્દામાલ ઝબ્બે

0
34
ડેડીયાપાડા : નર્મદા LCB એ બાયોડીઝલ કૌભાંડ ઝડપી પાડ્યુ, ૧૩.૩૫ લાખનો મુદ્દામાલ ઝબ્બે

રાજપીપળા

નર્મદા LCB એ ડેડીયાપાડામાંથી ગેરકાયદેસર બાયો ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.ડેડીયાપાડા પોલીસે જે કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી LCB એ કરતા ડેડીયાપાડાની પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. આ ઘટના બાદ ડેડીયાપાડા પોલીસ પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કેટલા સમયથી અને કોની રેહમો નજર હેઠળ ચાલી રહ્યુ હશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

ડેડીયાપાડાના પારસી ટેકરા ખાતે રહેતા સલીમ મહંમદજી ખત્રીના રહેણાંક મકાનની બાજુમાં ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો હોવાની નર્મદા LCB ને બાતમી મળી હતી. નર્મદા LCB P.I એ.એમ.પટેલ સહિત પોલીસ ટીમ બાતમી વાળી જગ્યાએ અચાનક રેડ કરતા એક રૂમમાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

આ બાયો ડીઝલ છૂટક વેચાણ માટે રાખેલું હોવાનું સલીમ મહંમદજી ખત્રીએ જણાવ્યું હતું પરંતુ વેચાણ માટેનું કોઈ લાયસન્સ કે મંજૂરી પત્ર સલીમ મહંમદજી ખત્રી પાસે ન મળી આવતા પોલીસે ૧૨,૧૮,૮૦૦/- રૂપિયાનું ૧૨ હજાર લિટર બાયોડીઝલ, એક લાખની કીમતના બે ફીલિંગ પંપ, ૫ હજાર રૂપિયાની કિંમતની એક મોટર સહીત અન્ય વસ્તુઓ મળી કુલ ૧૩,૩૫,૧૦૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે સ્લીમ મહંમદ ખત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here