શિક્ષકોનાં પડતર પ્રશ્નોનાં સમાધાનની અમલવારી બાબતે ડાંગ જિલ્લા શિક્ષક સંઘ એ કલેકટરને આવેદનપત્ર આપ્યું

0
28ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ: અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શિક્ષક કર્મચારીઓનાં અગત્યનાં પડતર પ્રશ્નો બાબતે થયેલ સમાધાનની જાહેરાતનો રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધીમાં અમલ ન કરાતા ડાંગ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્રથમ તબક્કાનાં આંદોલનને ટેકો આપી ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ….

પ્રાપ્ત વિગતો અનુસાર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં શિક્ષક કર્મચારીઓની પાંચ વર્ષની ફિક્સ પગાર નોકરી તમામ હેતુઓ માટે સંળગ ગણવા બાબતે,સાતમા પગાર પંચનું એરિયર્સ પાંચ હપ્તામાં ચૂકવવા સંદર્ભ 2 થી જાહેરાત કરેલ આમ છતા આ કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષનાં હપ્તા રોકડમાં ચૂકવાયા નથી,જે તાત્કાલીક ચૂકવવા તથા તા 19-01-2021 નાં ગુજરાત રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક બમશ/1310/1201/ગ સચિવાલય ગાંધીનગરનાં બિનશરતી ફાજલનાં કાયમી રક્ષણનાં પરિપત્રમાં રહેલી વિસગંતાઓ અને વાંધાજનક મુદાઓ દૂર કરવા તથા સી.પી.એફ.અને વર્ધિત પેન્સન યોજના નાબૂદ કરી જી.પી.એફ.અને જૂની પેન્સન યોજનાનો અમલ કરવા બાબતેની રજૂઆતોને લઈ શિક્ષક સંઘો દ્વારા અગાઉ 2019માં એસ.એસ.સી બોર્ડ અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાની કામગીરીનો બહિષ્કાર કરેલ હતો.જેને લઈને જેતે સમયે શિક્ષણ વિભાગનાં મંત્રી અને અધિકારીઓની ઉપસ્થિતમાં શિક્ષક સંઘનાં પડતર પ્રશ્નો અંગે સમાધાન થયેલ,પરંતુ આ શિક્ષક સંઘનાં સમાધાન થયેલ પડતર પ્રશ્નોનાં ઉકેલની જાહેરાત આજદિન સુધી શિક્ષણ વિભાગ દ્વારા ન કરવામાં આવતા શિક્ષક સંઘમાં નારાજગી વ્યાપી જવા પામી છે.અનુદાનિત શિક્ષક સંઘની માંગણીઓનો ઉકેલ ન આવતા તેઓએ પ્રથમ તબક્કામાં ગાંધી ચીંદયા માર્ગે આંદોલનનું શસ્ત્ર ઉગામયુ છે.ડાંગ જિલ્લા અનુદાનિત માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પ્રથમ તબક્કાનાં આંદોલનને ટેકો જાહેર કરી આજરોજ પડતર પ્રશ્નોનાં ઉકેલ બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયા સહિત જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here