ધોરાજીના શાળાના શિક્ષકો શેરીએ-શેરીએ અને ફળિયેએ-ફળિયે આપે છે શિક્ષણ

0
64ધોરાજી

સી.આર.સી નાનીમારડની કુલ ૮ શાળાના ૪૦ શિક્ષકો શેરીએ-શેરીએ અને ફળિયેએ-ફળિયે જઈને અંદાજીત ૪૫૦ બાળકોને શિક્ષણ અને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે

રાજકોટ જીલ્લાના ધોરાજીના સી.આર.સી. નાનીમારડની અન્ડર આવતી ધોરાજીની આઠ શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ મળે અને તેમના જ્ઞાન અને શિક્ષણ મળે તે માટે અખાડ મહેનત અને પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હાલ કોરોના કાળ ચાલતો હોવાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા પણ માઇક્રોસોફ્ટ ટીમ, G-Shala , ડી.ડી. ગિરનાર જેવા માધ્યમોથી વિધાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ આપાઈ રહ્યું છે પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન,ટેલિવિઝન જેવા ઉપકરણ ના હોય એવા બાળકો શિક્ષણ વંચિત રહે છે.

હાલની સ્થતિ જોઈએ તો જે


સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઇન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય કે ન મેળવી શકાય ઉપરાંત હાલમાં બ્રીઝકોર્સ (જ્ઞાન સેતુ) નું કાર્ય પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓએ જ્ઞાન સેતુનું કાર્ય કેવું કરેલ છે એના મૂલ્યાંકન માટે આગામી સમયમાં એકમ કસોટી લેવાની હોય તેવી વગેરે બાબતોની સમજ માટે સી.આર.સી નાનીમારડની કુલ ૮ શાળાના ૪૦ શિક્ષકોએ અંદાજીત ૪૫૦ બાળકોને શિક્ષણ અને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે. જે રીતે અહિયાં શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે તેમાં શિક્ષકો અને આચાર્ય દ્વારા પુરતી મહેનત કરી અને બાળકોને વધુ ને વધુ શિક્ષણ અને જ્ઞાન મળે તે માટેના અખાડ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આવી રીતે આપવામાં આવતા શિક્ષણને કારણે બાળકોના વાલીઓ પણ બાળકો પ્રત્યે અને આ શિક્ષણ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચુડાસમા વિક્રમસિંહ જેતપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here