કોરોનાને પગલે ડાંગ જિલ્લામા તા.૧ લી ઓગસ્ટ ૨૦૨૧ સુધી કેટલાક નિયંત્રણો લંબાવાયા

0
36
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ: નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામા આવેલ છે. સમગ્ર દેશમા નોવેલ કોરોના વાઇરસ COVID-19 ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી The Disaster Management Act 2005 થી ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય, તથા ગુજરાન સરકારના ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે Surveillance, Containment, અને COVID-19 ના સંક્રમણને રોકવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરવામા આવેલ છે.
<span;>છેલ્લા થોડાક માસથી સમગ્ર દેશમા કોવિડના એટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. તેમ છતા COVID-19 ના સંક્રમણને રોક્વા તથા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, તથા નિયત કન્ટેઈનમેન્ટ સ્ટ્રેટેજીનુ પાલન કરવુ આવશ્યક જણાતા Surveillance, Containment, અને COVID-19 ના સંક્રમણને રોકવા અંગેની માર્ગદર્શિકાના ચુસ્તપણે અમલીકરણ માટે National Disaster Management Authority ના નિર્દેશો મુજબ સમગ્ર રાજ્યમા અમલમા મુકવામા આવેલ માર્ગદર્શિકાની સમય મર્યાદા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરવામા આવેલ છે. જે મુજબ, તા.૨૦/૭/૨૦૨૧ થી તા.૧/૮/૨૦૨૧ સવારના ૬ વાગ્યા સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન નીચે મુજબના નિયંત્રણો લંબાવવામા આવ્યા છે. જે અંગેનુ એક જાહેરનામુ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ભાવિન પંડ્યા દ્વારા બહાર પાડવામા આવ્યું છે. જે મુજબ,
તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર,, રેસ્ટોરન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેકસીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી)
જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા જીમ ચાલુ રાખી શકાશે નહી)
જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૯ ક્લાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ખુલ્લા રાખી શકાશે.
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦ (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે.
અંતિમ ક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે

તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમા તેમજ ધાર્મિક સ્થળોમા કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન, ખુલ્લામા મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા (મહત્તમ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વાંચનાલયો ચાલુ રાખી શકાશે નહિ)
ધોરણ-૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારના સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો, સ્થળની ક્ષમતાના ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, શિક્ષકો, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા કોચિંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ ચાલુ રાખી શકાશે નહિ)
શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામા આવતી સૂચનાઓને આધીન ચાલુ રાખી શકાશે.
શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન યોજી શકાશે.
પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ સો ટકા ક્ષમતા સાથે (Standing not Allowed), જયારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ ટકા પેસેન્જર કેપેસિટીમા ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફ્યુંમાથી મુક્તિ આપવામા આવે છે. (તમામ ડ્રાયવર અને કંડકટર એ વિક્સીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે)
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમા રમત ગમત ચાલુ રાખી શકાશે. (ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે)
સિનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦ ટકા કેપેસિટીમા ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા સિનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહિ)
વોટર પાર્ક તથા સ્વીમીંગ પુલ મહત્તમ ૬૦ ટકા કેપેસિટીમા ચાલુ રાખી શકાશે. (તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ તા.૩૧/૭/૨૦૨૧ સુધીમા વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. અન્યથા આવા વોટર પાર્ક તથા સ્વીમીંગ પુલ ચાલુ રાખી શકાશે નહિ) સ્પા સેન્ટરો બંધ રહેશે.
ઉપરોક્ત જણાવેલ બાબતો સંદર્ભમા જે વ્યક્તિના RT PCR ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમા RT PCR ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યાના ૧૪ દિવસથી/હોસ્પીટલની ડીસ્ચાર્જ સમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.
અન્ય રાજ્યોમાંથી ડાંગ જિલ્લામા પ્રવેશ કરતા મુસાફરોને RT PCR ટેસ્ટ સંબંધમા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામા આવેલ સૂચનાઓ લાગુ રહેશે.
તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સિંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.
આ હુકમના ભંગ બદલ The Epidemic Diseases Act 1897 અન્વયે The Gujarat Epidemic Deseases Covid-19 Regulation 2020 ની જોગવાઈઓ, Indian Penal Code ની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here