મોરબી : ટ્રાન્સજેન્ડર્સ પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે

0
27મોરબી જિલ્લામાં રહેતા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની ઓળખ જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તેની ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને ક્લેકટર મોરબીને ભારત સરકારશ્રીના નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનમાં (National portol For transgender persons) નિયત કરેલ નમુનામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ તરીકેની જાતિ અંગેનું ઓળખનું પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન અરજી www.transgender.dosje.gov.in વેબસાઇટ  પર કરી શકે છે.

આ વેબસાઇટ પર અરજદારે પોતાની ઓળખ માટે પુરાવા તરીકે રૂપિયા ૫૦/- નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ, આધારકાર્ડ અને રેશનકાર્ડ જેવા પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે.. તેમજ વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નંબર ૦૫, જિલ્લા સેવાસદન, સો ઓરડી સામે, મોરબી ઓફિસ નંબર ૦૨૮૨૨-૨૪૨૫૩૩ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here