કોરોનામાં અવસાન થયેલ પોલીસ કર્મીના પરિવાર ને સરકારી સહાય પેટે ૨૫ લાખનો ચેક આપી નર્મદા જિલ્લા પોલીસ વડાએ સંવેદના વ્યક્ત કરી

0
60કોરોનામાં અવસાન થયેલ પોલીસ કર્મીના પરિવાર ને સરકારી સહાય પેટે ૨૫ લાખનો ચેક આપી જિલ્લા પોલીસ વડાએ સંવેદના વ્યક્ત કરી

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે. ખાતે ફરજ બજાવતા મર્હુમ આર્મ હે.કો.સ્વ.શ્રી. મોહનભાઇ રામજીભાઇ વસાવા બ.નં. ૨૩૯ નાઓનું કોરોના સંક્રમણના કારણે સારવાર દરમ્યાન તા.૧૯/૦૪/૨૦૨૧ ના રોજ દુઃખદ અવસાન થયું હતું

રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરોજો દરમ્યાન સક્રર્મિત થયેલ કર્મચારી/અધિકારીના દુ:ખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને ૨૫ લાખ રૂપિયાની સહાય મુખ્ય મંત્રીના રાહત ફંડમાંથી ચુકવવાની સરકારની જોગવાઇ મુજબ આર્મ હે.કો.સ્વ.શ્રી. મોહનભાઇ રામજીભાઇ વસાવાને સરકારના ગૃહ વિભાગ તરફથી ૨૫ લાખ રૂપિયા ની સહાય તા.૩૦/૦૬/૨૦૨૧ મંજુર કરેલ છે, જે સહાયનો ચેક નંબર ૪૪૬૧૭૬ તા.૧૪/૭/૨૦૨૧ આજરોજ હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ આર્મ હે.કો.સ્વ.શ્રી. મોહનભાઇ રામજીભાઇ વસાવાના વારસદાર પુત્ર વિવેકભાઇ મોહનભાઇ વસાવાને તેમના બે પુત્રીઓની હાજરીમાં માનપુર્વક અદા કરેલ છે. અને મર્હુમના કુટુબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here