વિજાપુર રેલબસ બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારો ના મુસાફરો ઘણા સમય થી પરેશાન

0
29વિજાપુર રેલ્વે બસ બંધ કરાયા બાદ ચાલુ નહી થતા ગ્રામ્ય લોકોને અવર જવર ને લઈને પરેશાન

રેલ્વે ને લઈને વારંવાર રજુઆત હોવા છતાં વિકાસ ના નામે મીંડું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર શૂટિંગ બાદ રેલ્વે ચાલુ થશે તે આશા પણ નિરર્થક રહી


વિજાપુર રેલ્વે ની સ્થાપના સવંત વર્ષ 1925 ના વર્ષ માં થઈ હતી સવંત વર્ષ 2077 માં 152 વર્ષ થયાં જે સમયે આંબલીયાસણ થી વિજાપુર આદરેજ કલોલ થઇને અમદાવાદ જવા આવવા માટે લોકો ઉપયોગ કરતા રેલ્વે લાઇન ના અવર જવર ના કારણે તાલુકામાં બજારો ધમધમતા હતા જે રેલ્વે ઘણા વર્ષો થી વિકાસ ની ઝંખી રહયું છે સંસદ સભ્ય ડો એકે પટેલ થી લઈને શારદાબેન પટેલ સુધી તમામ આવેલા સંસદ સભ્યો ને રજૂઆતો કરવામાંઆવી છે જેમાં જયશ્રીબેન પટેલ દ્વારા મીટરગેજ લાઈન ને બ્રોડગેજ લાઈન માં રૂપાંતરિત કરીને ચાલુ કરવા માટે ગ્રાન્ટ પણ પાસ કરવામાં આવી હતી જે તે સમયે રેલ્વે નુ કામ ચાલુ હોવાનું કહીને નાની અમથી રેલબસ પણ બંધ કરી તાલુકાના લોકોને રેલ્વે સુવિધાઓ નહીં આપીને ઉપેક્ષા કરવામાંઆવી રહી છે તાલુકાનું રેલ્વે મથક રાજકારણ ના આટાપાટા માં અટવાઈ પડયું જેનો હજી કોઈ ઉકેલ આવતો નથી વેપારી એસોસિએશન દ્વારા પણ ઘણી વખત રેલ્વે ના વિકાસ ને મુદ્દે રજુઆત કરવામાંઆવી છે તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ કામ શરૂ થયુ નથી અન્યથા ચાલુ રેલ બસ પણ બંધ કરવામાં આવી છે તંત્ર સાથે જ્યારે પણ રેલ્વે ક્યારે ચાલુ થશે તેવા પ્રશ્નો ના સામે વર્ષો થી એકજ રટણ આગળ કામ ચાલુ છે પરંતુ લોકોને રેલ્વે નો કોઈ કામ વિજાપુર તાલુકા માટે ચાલુ હોય તે જણાતું ના હોઈ વર્ષો જુની રેલ્વે ને લઈને નિરાશા વ્યાપી રહી છે તાલુકાના ગ્રામજનોને વડા પ્રધાનના નરેન્દ્રભાઈ મોદી ના જીવન ઉપર બનેલી ફિલ્મ શુટિંગ બાદ રેલ્વે નો વિકાસ થશે અને રેલ્વે ફરી ચાલુ થશે તેવી આશાઓ બંધાણી હતી તે આશાઓ પણ નિરર્થક રહી છે છતાંય રેલ્વે ચાલુ તેવી આશા રાખીને લોકો બેઠા છે પણ ક્યારે તે પ્રશ્ન સર્વે નાગરીકો ને નિરાશ કરી રહયો છે
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here