સી.આર પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદભાર સંભાળ્યાને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં રાજપારડી, વણાકપોર,સારસા ગામ,સારસા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

0
29સી. આર. પાટીલ ના એક વર્ષનું કાર્યકાળ પૂર્ણ થવા બદલ રાજપારડી,સારસા,વણાકપોર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

 

સી.આર પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદભાર સંભાળ્યાને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં રાજપારડી, વણાકપોર,સારસા ગામ,સારસા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં વણાકપોર પ્રાથમિક શાળા ખાતે અને રાજપારડી પંચાયત, સારસા ગામ માં, અને સારસા ડુંગર ખાતે વૃક્ષા રોપણ કરાયું હતું આ કાર્યક્રમ માં સારસા ડુંગર ખાતે ઝઘડિયા તાલુકાના મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ ઝઘડિયા તાલુકાના ઉપપ્રમુખ કેતન ગાંધી ઝઘડિયા તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ ભાઈ રોહિત તાલુકા ઉપપ્રમુખ મહેશ વસાવા તાલુકા કારોબારી સદસ્ય શૈલેન્દ્રસિંહ ડોડીયા રાકેશ સોલંકી અને વણાકપોર પ્રાથમિક શાળા ખાતે ઝઘડીયા તાલુકા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પટેલ ઝઘડિયા તાલુકાના લઘુમતી સેલના ઉપપ્રમુખ મયુદ્દીન સોલંકી

અમિત પરમાર,ભાવિક પટેલ દિનેશ દેસાઈ,પંકિલ શાહ અને સારસા ગામ ખાતે ઝઘડીયા તાલુકા સંયોજક હિરલ પટેલ ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન પટેલ જગડીયા એપીએમસીના ચેરમેન દીપક પટેલ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સારસા ગામે સરગવા ના રોપા સારસા ડુંગર ખાતે આંબાની કેસર કલમ સીતાફળ જામફળ વગેરે અંદાજીત પાંચ હજાર જેટલા વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહીત તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓને ગ્રામજનો ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું

 

 

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here