આહવા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય અંગેનાં પડતર પ્રશ્નો માટે રજુઆત કરવા સમિતિનાં અધ્યક્ષનો અનુરોધ

0
25
ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદો માટે સામાજિક ન્યાય સમિતિ કાર્યરત છે જિલ્લાનાં નાગરિકો કે જેમના પ્રશ્નો કે રજુઆતો વિવિધ કચેરીઓ, વિભાગોમા પડતર હોય તેઓ આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિમા રજૂઆત કરી સહયોગ મેળવી શકે છે, તેમ સમિતિના અધ્યક્ષ શ્રી દીપક પીમ્પળેએ જણાવ્યુ છે.

ગુજરાત પંચાયતી ધારાની વિવિધ જોગવાઈઓ હેઠળ તાલુકા/જિલ્લાની સામાજિક ન્યાય સમિતિઓને વિવિધ સત્તા સોંપવામા આવી છે. જેના કાર્યો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓની વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગોના જરૂરિયાતમંદોને તેમના હક્કો અને ન્યાય અપાવવા સાથે જુદી જુદી યોજનાકીય બાબતોમા યોગ્ય સંકલન સાધી તેના લાભો અપાવવામા આવે છે.

સમાજના નબળા વર્ગોને થતા અન્યાય અને તેની સામેના ભેદમાવના કેસોની તપાસ કરવી, દારૂબંધીનો પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ સહિત સમાજના નબળા વર્ગોના સામાજિક અને નૈતિક ક્લ્યાણ સાથે, જુગારને અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને ડામવાના કાર્યો હાથ ધરાશે. સાથે સમાજના નબળા વર્ગોની જાગૃતિ હેતુ માટે વિવિધ સમાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવા ઉપરાંત આવા વર્ગોના સંબંધમાં ઉપસ્થિત થતી તમામ અન્ય પરિસ્થિતિ અને બાબતો પ્રત્યે ધ્યાન આપવાના કાર્યો પણ હાથ ધરાશે.

સામાજિક સમરસતા સાથે કાર્યરત આહવા તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિને જરૂરિયાતમંદ વ્યકતિઓ ગમે ત્યારે મળીને તેમની રજુઆતો કરી શકે છે, તેમ પણ અધ્યક્ષ દિપકભાઈ પીમ્પળેએ

વધુમા જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here