બિદડાના કૈલાશનગર પ્રાથમિક શાળાના આમંત્રણને માન આપીને ભારત દેશની સૌપ્રથમ હરતીફરતી ડિજિટલ શાળા (શિક્ષણ રથ) વિધાર્થીઓને શિક્ષણ આપવા વાડી વિસ્તારમાં આવ્યું

0
17રિપોર્ટર :- રમેશ મહેશ્વરી

માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના કૈલાશનગર પ્રાથમિક શાળાના આમંત્રણને માન આપીને ભારત દેશની સૌપ્રથમ હરતીફરતી ડિજિટલ શાળા (શિક્ષણ રથ) ના પ્રણેતા દિપકભાઈ મોતા,કૈલાશનગર વાડી વિસ્તારના આંગણે રૂડાણી નરસિંહભાઈ ની વાડીએ પોતાનો શિક્ષણ રથ લઈને પધાર્યા હતા. શિક્ષણ રથના માધ્યમથી કૈલાશનગર વાડી વિસ્તાર પ્રાથમિક શાળાના ધોરણ 6 ના વિદ્યાર્થીઓને ગુજરાતી તથા હિન્દી વિષય નું અધ્યાપનકાર્ય કરાવવામાં આવ્યું.

આ કોરોના મહામારી ના સમયમાં જ્યારે બાળકો માટે શાળાઓ બંધ છે ત્યારે દિપકભાઈ મોતા પોતાના શિક્ષણ રથના માધ્યમથી માંડવી તાલુકાના છેવાડાના ગામ સુધી શિક્ષણની સુવાસ ફેલાવી રહ્યા છે. ત્યારે તેમના આ ઇનોવેટિવ કાર્યને કૈલાશનગર પ્રાથમિક શાળા તથા વાલી મંડળ આવકાર સહ અભિનંદન પાઠવ્યા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here