પ્રદેશ અધ્યક્ષ પાટીલનુ સફળ એક વર્ષ જામનગર સીટી ભાજપ દ્વારા હરિયાળી ઉજવણી

0
32
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળને
સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા જામનગર શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલ સાહેબ એ અધ્યક્ષ તરીકે એક વરસ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. આ તબબકે જામનગર બ્રૂકબોન્ડ ગ્રાઉન્ડ, શનીવારી, ગાંધીનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મહાનગર પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, ડે મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી, શહેર સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના પદાધિકારીઓ, સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here