મોરબી : કળા, સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન યુવા મહોત્સવનું આયોજન

0
31
સ્પર્ધામાં ભાગ લેવા જિલ્‍લા યુવા વિકાસ અધિકારીની કચેરીમાં અરજી કરવાની રહેશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી મોરબી દ્વારા સંચાલિત યુવા-મહોત્સવ ૨૦૨૧-૨૨ યોજાશે.

આ યુવા મહોત્સવ  ૨૦૨૧-૨૧માં ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં ત્રણ  વિભાગમાં સ્પર્ધા યોજાશે. કળા વિભાગ, સાહિત્ય વિભાગ, સાંસ્કૃતિક વિભાગ એમ ત્રણ વિભાગ સ્પર્ધા યોજાશે.  ૧૫ થી ૨૦ વર્ષ  “અ”  વિભાગમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકવાદ્ય, ભરતનાટ્યમ, કથ્થક, એક્પાત્રીય અભિનયનો સમાવેશ કરવામાં આવેલ છે. અને ૨૦ થી ૨૯ વર્ષ  “બ”  વિભાગમાં વકતૃત્વ, નિબંધ, પાદ્પૂર્તિ, ગઝલ-શાયરી લેખન, કાવ્યલેખન, દુહા-છંદ-ચોપાઈ, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકવાદ્ય, ભરતનાટ્યમ, કથ્થ્ક, એક્પાત્રીય અભિનયનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ ૧૫ થી ૨૯ વર્ષ  ખુલ્લો વિભાગમાં લોકવાર્તા, શીધ્ર વકતૃત્વ, સર્જનાત્મક  કારીગરી, કર્ણાટકી સંગીત, શાસ્ત્રીય નૃત્ય મણીપુરી, શાસ્ત્રીય નૃત્ય ઓડીસી, શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી, લોકગીત, ભજન, સમૂહગીત, લોકનૃત્ય, એકાંકી, સિતાર, વાંસળી, વીણા, મૃદગમ, હાર્મોનિયમ, ગિટાર, તબલાનો  સમાવેશ કરવામાં આવેલ છે.

આ યુવા મહોત્સવમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા જેવા સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઉંમર, સ્પર્ધાનું નામ તથા ઇ-મેઈલ આઈ-ડી લખી તથા આધારકાર્ડની નકલ સાથે રાખી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના ઇ-મેઈલ : [email protected]gmail.com પર PDF ફાઇલ  તા. ૧૦/૦૮/૨૦૨૧ ના રોજ બપોર ૧૨-૦૦ વાગ્યા સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here