નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૩ માસથી નાસતા ફરતા બે અલગ અલગ આરોપીને સાગબારા અને ખાપર ખાતેથી ઝડપી પડ્યો.

0
36 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

દારૂના વેપલામાં છેલ્લા ત્રણ-ત્રણ માસથી નાસતા ફરતા ખાપર અને સાગબારાના બૂટલેગરને નેત્રંગ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યા. જેથી નેત્રંગ પોલીસ ચોપડે નોંધાયેલ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મહારાષ્ટ્ર જિલ્લાના અક્કલકુવા ગામના ખાપરનો વિનોદ ઉર્ફે મુનો મધુકર પાડવી કે જે ખાપર ચોકડી ખાતે કિશાન બેટરી પાસે હોવાની બાતમી મળી હતી અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પંચાયત ફળિયામાં રહેતો કૃણાલ ઉર્ફે કંચન વસાવા સાગબારા ખાતે આવેલ નેશનલ હોટલની સામે અરમાન ગેરેજ પાછળના ભાગે રોકાયેલ હોવાની બાતમી મળી હતી. જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને.જી. પાંચાણી તેમજ અ.હે.કો.વિજયસિંહ, અ.પ.કો.અજિતભાઈ.કિશનભાઈ સ્ટાફ દ્વારા રેડ કરતા પ્રોહિબિશનના ગુનાના બે આરોપીઓને ઝડપી લઈ બંને ને જેલને હવાલે કરવામાં આવ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here