જૂનાગઢ કલસ્ટરની વિવિધ શાખાએ ખેતીવાડી યોજનાઓ માટે રૂા.૫.૭૫ કરોડનું ધિરાણ આપ્યું

0
35જૂનાગઢ : નજીક આવેલા વડાલ ખાતે બેન્ક ઓફ ઇન્ડીયા, સ્ટાર કૃષિ વિકાસ કેન્દ્ર દ્વારા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૯૦ જેટલા ખેડુતો તેમજ સખીમંડળના બહેનો જોડાયા હતા.

આ પ્રસંગે બેન્ક ઓફ ઈન્ડિયાના રાજકોટ ઝોનના ઝોનલ મેનેજરશ્રી અમરેન્દ્ર કુમાર, જૂનાગઢ નાબાર્ડના ડીડીએમશ્રી કિરન રાઉત, જૂનાગઢ જિલ્લાના લિડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી વઘવાણી અને તોષ્ણીવાલ તેમજ વડાલ ગામના સરપંચશ્રી અરવિંદભાઈ ધરશંડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ ક્લસ્ટરની વિવિધ શાખાઓ દ્વારા ખેતિવાડીની વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૬૩ ખેડુત ખાતેદારોને રૂા.૫.૭૫ કરોડનું ધિરાણ આપવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું.

અહેવાલ : ભરત બોરીચા

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here