અરવલ્લી જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વેબીનારમાં જોડાવા ઇચ્છુક યુવક-યુવતીઓ અરજી કરી શકશે

0
24
અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

અરવલ્લીમાં ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું ઓનલાઇન તેમજ ઓફલાઇન આયોજન કરાશે
અરવલ્લી જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વેબીનારમાં જોડાવા ઇચ્છુક યુવક-યુવતીઓ અરજી કરી શકશે

વેબીનારમાં ૧૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે

ગુજરાતનાં તમામ જિલ્લાના યુવાધનને કારકિર્દીની સાચી દિશા, સાચુ માર્ગદર્શન મળી રહે તેમજ તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા હેતુથી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિરનું ઓનલાઇન તેમજ ઓફલાઇન આયોજન કરાશે.
જે અંતર્ગત ગુજરાતનાં સારામાં સારા તજજ્ઞશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં અરવલ્લી જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વેબીનારમાં જોડાવા ઇચ્છુક યુવક-યુવતીઓએ અરજી કરવાની રહેશે. અરજીમાં તેમનું નામ, સરનામાં, શૈક્ષણિક લાયકાત, મોબાઇલ નંબર (WHATSAPP NO) ફરજિયાતપણે લખવાનું રહેશે.
જેમાં ૧૮ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. અરજી અત્રેની જિલ્લા રમતગમત કચેરી, બ્લોક નં.એ.એસ.૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, શામળાજી રોડ, મોડાસા. અરવલ્લી ખાતે તારીખ ૨૩ જુલાઈ ૨૦૨૧ સુધીમાં જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરી સમય દરમ્યાન મો.નં. ૯૪૦૮૪૭૩૭૩૯ , ૮૭૮૦૮૫૧૬૮૦ પર સંપર્ક કરવો એમ જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન જે. ઠાકોરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here