જાંબૂઘોડા પાસેથી પસાર થતી સૂખી નદીના પટમાથી માનવગર્ભ મળી આવતા ચકચાર

0
32


પંચમહાલ.જાબુઘોડા

રિપોર્ટર. કાદિરદાઢી

જાબુઘોડા ખાતે આવેલ આબાવાડીયા માં કોર્ટ બિલ્ડીંગની પાછળ આવેલ સુખી નદીના પટમાં ઝાડી ઝાખરમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં ચારથી પાંચ માસનો માનવ ગર્ભ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જેમાં બનાવ અંગે જાબુઘોડા પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં કોઈ માતા દ્વારા ત્યજી દેવાયેલ ચારથી પાંચ માસનો ગર્ભ માનવ ગર્ભ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી જેમાં પોલીસે તપાસ કરતા નજરે જોનાર સાક્ષીણ જણાવ્યા અનુસાર એક બાઈક ચાલક સાથે સાડી પહેરેલ એક અજાણી સ્ત્રી આવી આ ગર્ભ ત્યજી ઝાડી ઝાખરમાં ફેંકી બાઈક પર ભાગી ગઈ હતી પોલીસે ત્યજી દીધેલ હાલતમાં મળી આવેલ ગર્ભ અંગે તપાસના ચક્રોગતિમાન કર્યા છે જ્યારે બનાવ અંગેની જાણ થતાં પંથકમાં ગર્ભને ત્યજી દઈ ભાગી જનાર નિષ્ઠુર માતા સામે ફિટકારની લાગણી સાથે રોષ વ્યાપી જવા પામ્યો હતો જેમાં આ કોઈ કુવારીકા દ્વારા કે પરિણીતા દ્વારા ગર્ભ ત્યજી દેવાયો છે તેને લઈ અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

The post જાંબૂઘોડા પાસેથી પસાર થતી સૂખી નદીના પટમાથી માનવગર્ભ મળી આવતા ચકચાર appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here