હાલોલ:મૂસ્લિમોના પવિત્ર તહેવાર ઇદૂલ-અદહાની કોરોના ગાઈડ લાઈન સાથે સાદગી પુર્ણ ઉજવણી

0
41પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

મુસ્લિમોના પવિત્ર કુરબાની ના પાવન પર્વ ઈદુલ-અદહા બકરી ઈદની ઉજવણી હાલોલ નગર ખાતે સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મુસ્લીમ બિરાદરોએ કરી હતી જેમાં નગરના પાવાગઢ રોડ ખાતે વર્ષમાં બે વાર ઈદ નિમિત્તે ઇદગાહ ખાતે મુસ્લિમો દ્વારા પઢવામાં આવતી વિશેષ ઈદની નમાજ આ વખતે પણ કોરોના મહામારીના પ્રકોપને કારણે મુસ્લિમ બિરાદરોએ મોકૂફ રાખી હતી.
જેમાં નગરના મુસ્લીમ સમાજના લોકોએ જૂજ સંખ્યામાં મસ્જિદો ખાતે જ્યારે મોટાભાગના મુસ્લિમ બિરાદરોએ પોત પોતાના ઘરોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરી અલ્લાહ સમક્ષ પોતાનું શિશ ઝુકાવી બંદગી કરી બકરી ઈદની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી જેમાં મુસ્લિમોએ કોરોના સંકટને પગલે એકબીજાને રૂબરૂ ન મળી ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો જળવાઈ રહે તે હેતુ ને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી મોબાઈલ મારફતે એકબીજાને ઈદ નો સંદેશો પાઠવી ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી અને બકરીની શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપૂર્ણ કોરોના ગાઈડ લાઈન સાથે ઉજવણી કરી હતી જ્યારે સતત બીજા વર્ષે પણ કોરોના મહામારી ના સંકટને પગલે હાલોલ નગરના પાવાગઢ ખાતે આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે આવેલ મેદાનમાં દર વર્ષે ભરાતો ત્રણ દિવસીય ઈદ મેલા મોકૂફ રાખવામાં આવ્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here