ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૩૪ મી.મી. જેટલો વરસાદ નોંધાયો :

0
31
ડાંગ:- મદન વૈષ્ણવ

વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યાબરડા તથા નાનાપાડા-કુમારબંધ માર્ગ અવરોધાયા :

ડાંગ:તા.૨૧: વનાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૩૪ મી.મી. જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.

જિલ્લા ફ્લડ નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે ૩૮ મી.મી., સુબિર ખાતે ૨૦ મી.મી., અને ગિરિમથક સાપુતારા ખાતે ૪૭ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.

આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૫૯૬ મી.મી., વઘઇ નો ૫૬૫ મી.મી., સુબિરનો ૨૨૩ મી.મી., અને સાપુતારાનો મોસમનો કુલ વરસાદ ૫૫૬ મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮૫ મી.મી. નોંધાવા પામ્યો છે.

ડાંગ જિલ્લામા નોંધાયેલાં આ વરસાદને કારણે જિલ્લાના વઘઇ તાલુકાની અંબિકા નદી ઉપરના બે જેટલા લો લેવલ કોઝ વે ઓવર ટોપિંગ થવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.

ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના સુપદહાડ-સૂર્યા બરડા તથા નાનાપાડા-કુમારબંધ માર્ગ વરસાદી પાણીને કારણે અવરોધાયા છે. આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here