અબડાસા તાલુકા માં કોવિડ -19 નિયમો મુજબ ઈદ ઉલ અઝહા ની ઉજવવામાં આવી.

0
42રિપોર્ટર :- રમેશ મહેશ્વરી

અબડાસા કચ્છ :- મુસ્લિમ સમાજ નો મહત્વ નો તહેવાર ઈદ ઉલ અઝહા હોવાથી કોઠારા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. જી.પી. જાડેજા સાહેબ ની આગેવાની હેઠળ કોઠારા પોલીસ સ્ટાફ દ્વારા પોતાના હદ માં આવતા ગામડાઓમાં દરેક ક્ષેત્રમાં આગલા દિવસે જ મુસ્લિમ સમાજ ના આગેવાનો ને ઉંડાણ પૂર્વક કોવિડ 19 ના નિયમો સમજણ આપવામાં આવી હતી અને કુરબાની ની ધાર્મિક વિધિઓ ના નિયમો ની સમજણ આપવામાં આવી હતી અને ખાસ કોઈ પણ વ્યક્તિ ધાર્મિક લાગણીઓ ન દુભાય તેવી ભલામણ કરવામાં આવી હતી.

ત્યાર બાદ આજે ઈદ ઉલ અઝહા ના દિવસે દરેક ગામડાઓમાં પેટ્રોલિંગ માટે સ્ટાફ ની ગોઠવણી કરી ને “પોલીસ પ્રજા નો મિત્ર છે” તે કહાવત ને કોઠારા પોલીસ એ સાર્થક કરી બતાવી હતી. એકદમ અમન અને શાંતિ અને ભાઈચારા થી સમગ્ર વિસ્તારમાં ઈદ ઉલ અઝહા ની ઉજવવામાં આવી હતી. આ બાબતે કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ,જાડેજા અને સમગ્ર સ્ટાફ નું અબડાસા સરપંચ સંગઠન મહામંત્રી રજાક હિંગોરા એ આભાર વ્યક્ત કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here