ભારતમાં લોકશાહી હોય તો બધા નાગરીકોને સમાનતાનો અધિકાર છે ?

0
13
લોકસતામાં સમાનતા

આથી લોકસતાની દરેક કક્ષાએ મહિલાઓ અને પુરૂષોને સમાનતા મળવી જોઈએ. દરેક જ્ઞાતી, કોમને સમાનતા મળવી જોઈએ. સમાનતા અને સમરસતા વિના સાચી સમાજ ક્યવસ્થાઓ થતી નથી. પક્ષપાત અને રાગદ્વેષથી ચાલતા આજના રાજકીય પની સરકારોએ સમાનતાના અધિકારો ખત્મ કરવાની પ્રવૃતીઓ કરી છે,
રાજ્યમાં વસવાટ કરતી દરેક જાતીના લોકોને લોકપ્રતિનિધિની દરેક ચૂંટણીમાં સમાનતાથી સ આપવું જોઈએ પણ સંગઠનના કારણે રાજકીય પક્ષો નાની જાતીઓ અને નાની જ્ઞાતીઓના અધિકારો ખત કરીને મોટી જાતી અને મોટી જ્ઞાતીના લોકોને આર્થીક સમધ્ધિના ધોરણે લોકસતામાં બેસાડી ભ્રષ્ટાચારનો ધંધો કરતાં હોય છે.

ઉદાહરણ તરીકે , ગુજરાતમાં દરજી , મોચી , લુહાર , સોની , ખારવા , રબારી , કુંભાર , ઓડ , દેવીપુજક. જેવી ૫૦ થી વધુ જતીઓને રાજ્યની વિધાનસભામાં લોકપ્રતિનિધિ કરવાની તક આપવામાં આવતી ન કુલ મતદાનના ૧૬ ટકા મતદાન આવી નાની જાતીઓ મતદારોનું હોય છે પણ રાજકીય પક્ષો આવી અસંગઠીત લોકોના સમાજનું શોષણ કરતાં હોય છે. ઉદા. વાણિયાઓના મતદારો પ્રમાણે એક ધારાસભ્ય જોવા જોઈએ પરંતુ ફકત કાળા નાણાં અને સંગઠનના કારણે અન્ય નાની જાતીઓના અધિકારો ખત્મ કરીને તેને પક્ષની ટીકીટ આપવાને બદલે ભારતીય જનતા પક્ષ દ્વારા શ્રીમંત લોકોને ટીકીટ આપી સમાનતાના અધિકારોને ખત્મ કરત સરકાર ચલાવતા રહે છે . આવી રીતે કોગ્રેસ અને બીજા પક્ષો પણ નાની જાતીના લોકોનરાજકીય અને સામાજીક પષ્કળ શોષણ કરી રહ્યા છે.

પ્રમાણિક સમાજ વ્યવસ્થાઓ માટે માનવતા અને સમાનતા ધરાવતા લોકોની સરકાર હોવી જોઈ જેથી તટસ્થ અને પવિત્ર લોકશાહીનું પ્રશાસન થઈ શકે છે. સમાજની દરેક વ્યવસ્થાઓમાં મહિલાઓની સમાંતર ભાગીદારી હોવાથી લોકસતાના, જનપ્રતિનિધિત્વના દરેક તબક્કે અને દરેક કક્ષાએ મહિલાઓને સમાનતાથી લોક્સતામા સમાન જવાબદારી આપવી જોઈએ,

ગુજરાતમાં ૧૮૨ બેઠકોની વિધાનસભા હોવાથી ૯૧ મહિલા સભ્યો વિધાનસભામાં હોવા જોઈએ ગુજરાતમાં ભાજપ અને કોન્સેસ મુખ્ય પક્ષો છે આ પક્ષો હંમેશા માટે મહિલાઓનું રાજકીય શોષણ કરતાં આવ્યા છે. મહિલા સશક્તિકરણના નામે મહિલાઓના મત મેળવવા આ રાજકીય પક્ષો મહિલાઓને વર્ષોથી છેત રહ્યા છે, મહિલાઓ સમાજની દરેક વ્યવસ્થાઓમાં અને મતદાન કરવામાં સમાન દરજે જવાબદાર હોવા મહિલાઓને સમાનતાથી ૫૦ ટકા બેઠકો મહિલા અનામત તરીકે આપવી જોઈએ,

રાજ્યની દરેક ચૂંટણીમાં ૫૦ ટકા ટીકીટો મહિલાઓને આપવામાં ના આવે તે તે પક્ષને મહિલા વિરોધી અને મહિલાઓનું રાજકીય શોષણ કરતો પક્ષ ગણીને મહિલા મતદારોએ તેવા પક્ષની વિરોધમાં ફકત અપક્ષ અને અને અન્ય મહિલા ઉમેદવારોને મત આપીને મહિલાઓને રાજકીય શોષણ કરતાં રાજકીય પક્ષોથી પોના રાજ્ય અને પોતાના દેશને મુક્ત કરવો જોઈએ,

જે રાજકીય પક્ષ મહિલાઓને ૫૦ ટકા સમાનતાનો અધિકાર આપે નહી તે પણ સમરસતા સમાનતાનો તેમજ સમાજ વિરોધી પક્ષ ગણવો જોઈએ અને આવા પક્ષોને દેશની પ્રજાએ દેશમાંથી નાબૂદ કરવા જોઈએ. સમાનતા અને સમરસતાથી પ્રમાણિક લોકશાહીની સરકાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here