પ્રદેશ પ્રમુખના કાર્યકાળના સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ થયા કે પછી જન્મ દિવસ છે તે હોદ્દેદારોને નથી ખબર.

0
32
પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભારતીય જનતા પાર્ટીમાં એક સફળ વર્ષ પૂર્ણ થયું છે જેને લઈને અનેક જગ્યાએ તેમના કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે કેટલાય ભાજપના હોદ્દેદારો ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક સફળ વર્ષ પૂર્ણ થયુ ત્યારે તેમની શુભેચ્છા પાઠવવાને બદલે તેમના જન્મદિવસના અભિનંદન પાઠવીને પોતાની મુર્ખામીને લોકો સમક્ષ મૂકી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભાજપમાં એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અને હોદ્દેદારો ભાન ભૂલ્યા હતા.

ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભાજપમાં એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું, ત્યારે ભાજપના જ અમુક નેતાઓ અને હોદ્દેદારો એક વર્ષ પૂર્ણ થયું તેની શુભેચ્છા નહિ પરંતુ તેમના જન્મદિવસના અભિનંદન પાઠવતા નજરે ચડ્યા હતા. આ જોઇને કહી શકાય કે ભાજપના હોદ્દેદારો ખુશીમાને ખુશીમાં ભાન ભૂલ્યા છે.

નેત્રંગ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી એવા ઇન્દુબેન સોરઠીયાએ પણ સી.આર.પાટીલનું એક સફળતા પૂર્વક વર્ષ પૂર્ણ થયું તેની જગ્યાએ ઇન્દુબેન સોરઠીયાએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી જેમના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

બીજી તરફ જોવા જઈએ તો ભરૂચ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાવનાબેન પંચાલ પણ ભાન ભૂલ્યા હતા અને સી.આર.પાટીલનું એક સફળ વર્ષ પૂર્ણ થયું તેની જગ્યા પર તેઓ સી.આર.પાટીલને સોશીયાલ મીડિયાના માધ્યમ ફેસબુક દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.

આ પરથી લોકો કહી રહ્યા છે કે, શું ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ પ્રકારની જન્મદિવસની શુભકામનાઓ આપતા પહેલા એક વાર પણ વિચાર્યું નહિ હોય!! આ પ્રકારની ઘટના બનતા અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને તેમને મુર્ખ ગણાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here