મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લેતા જૂનાગઢ શહેર જિલ્લા ભાજપના આગેવાનો

0
41જૂનાગઢ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જૂનાગઢ શહેર જિલ્લા ભાજપના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિર્સિટીના પદવીદાન સમારોહ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રીની આગેવાનોએ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શુભેચ્છા મુલાકાત પ્રસંગે મેયરશ્રી ધીરૂભાઇ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, ડેપ્યુટી મેયર હિમાશુંભાઇ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, ગીરીશભાઇ કોટેચા, શ્રીદિનેશભાઇ ખટારીયા, શ્રીશૈલેષભાઇ દવે તથા શશીકાંત ભીમાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here