મોદી-શાહના ગઢમાં મમતા બેનરજીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ

0
33
TMC દ્વારા ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ‘શહીદ દિવસ’ કાર્યક્રમનું આયોજન

2022ની ચુંટણી અગાઉ હવે TMCની પણ એન્ટ્રી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા શહીદ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ અમદાવાદમાં TMCના કાર્યકરોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. અત્યાર સુધીમાં પ્રથમ વખત TMCનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો છે

પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા. 11 કાર્યકરોના મોત બાદ 21 જુલાઈના દિવસે TMC દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 21 જુલાઈએ TMC દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે

ગુજરાતમાં સૌ પ્રથમ વખત TMC નો કાર્યક્રમ યોજાતા રાજકારણ ગરમાયું છે અને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને શાહના ગઢ ગુજરાતમાં TMC ધમાકેદાર એન્ટ્રી કરે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here