10,000 થી વધુ રકમનું વિજબીલ ટેક્નિક વાપરી રોકડમાં ભરાય છે…

0
34પોરબંદર
રીપોર્ટર :- હાર્દિક જોષી
પોરબંદરમાં અનેક વીજ કનેકશનના ધારકો માસીક રૂપિયા 10,000 થી વધુ રકમનું વીજબીલ આવતું હોવા છતાં વીજબીલ રોકડમાં ભરી રહ્યા હોવાથી 10,000 થી વધુ રકમના ચૂકવણા માટે સરકારે ફરજીયાત ચેકથી ચૂકવણા કરવાનો નિયમ નકામો બની ગયો છે.પોરબંદરમાં થ્રી ફેઇઝ વીજ કનેકશન ધરાવતા અનેક એવા વીજ જોડાણ ધારકો છે કે જેમના માસીક બીલ રૂપિયા 10,000 થી વધુ રકમના આવે છે. સરકાર દ્વારા નોટબંધી પછી રૂપિયા 10,000 થી વધુ રકમના વીજબીલ ચેકથી જ સ્વીકારવા તેઓ વીજ કચેરીઓ માટે નિયમ કરી દેવામાં આવ્યો છે.

જેથી આવા વીજ કનેકશન ધારકોને ફરજીયાત આવી રકમ ચેકથી ચૂકવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ જો આવી મોટી રકમના ચૂકવણા ચેકથી કરવામાં આવે તો ટેક્ષ અને અન્ય બાબતોમાં ફરજીયાત પારદર્શક રહેવું પડે તેમ હોવાથી ઘણા ખરા વીજ કનેકશન ધારકોએ અનોખી ટેકનીકનો ઉપયોગ શરૂ કરી દીધો છે અને વીજ બીલ આવે તે પહેલા જ એડવાન્સમાં 10,000 થી નીચેની રકમ વીજ કનેકશન પેટે વખતો વખત જમા કરાવી પ્લસમાં બેલેન્સ ઉભી કરે છે અને ત્યારબાદ દર મહીને એડવાન્સ રકમો ભરી જમા રકમ જ ઉભી રાખે છે જેથી તેને રૂપિયા 10,000 થી વધુ ચૂકવવાનો વખત જ આવતો નથી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here