કાલોલ શહેર સહિત પંથકના મુસ્લિમો દ્વારા ઇદ-ઉલ-અઝહા ની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

0
27પંચમહાલ.કાલોલ
રિપોર્ટર ‌સાજીદ વાઘેલા
કાલોલ ખાતે બુધવારના રોજ ઈદ-ઉલ-અઝહા પર્વની કાલોલ સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્રારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી સાથે કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઇમામ મોલાના સીબ્તૈન રઝા કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદ-ઉલ-અઝહા ના પર્વ નિમિત્તે રુબરુ મુલાકાતમાં મુસ્લીમ બિરાદરોને શાંતિ જાળવી એકબીજા માટે પ્રેમ આદર અને કોમી એકતા અને ભાઇચારો કેળવવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના ની ત્રીજી લહેર ની આગાહી કરવામાં આવી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે ત્યારે કોવિડ-૧૯ મહામારીના કારણે અગમચેતીનાં ભાગરૂપે ઘરમાં રહો સુરક્ષિત રહો માસ્ક પહેરો તેમજ ઇદમાં એક બીજા સાથે ભેટવું તેમજ સામાજિક અંતર જાળવવા અને પોતપોતાના વિસ્તારોમાં સાફ સફાઈ રાખવા પર ભાર મૂક્યો હતો અને સમગ્ર દેશમાં કોમી એકતા અને ભાઈચારા સાથે દરેક તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને આ કોરોના મહામારીથી વહેલી તકે ભારત સહિત સમગ્ર વિશ્વને આ બિમારીથી છૂટકારો મળે તેવી ખાસ દુવા માંગવામાં આવી હતી. થોડા દિવસ પહેલા કાલોલ શહેરમાં બનેલ દુઃખદાયક ઘટના લઈને કાયદો વ્યવસ્થા સાચવવા મોટી સંખ્યામાં પોલીસ બંદોસ્ત ખડકી દેવામાં આવ્યો હતો જયારે ઇદની ઉજવણી ના સમગ્ર દિવસ દરમ્યાન કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીએસઆઇ એમ.કે.માલવીયા દ્વારા નગરના તમામ વિસ્તારો જાહેર સ્થાનો સહિત દરેક ની ચહલ પહલ પર ચાંપતી નજર  રાખવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here