મોરબીમાં સરકારી જમીન પરના દબાણ દૂર કરવા અધિકારીઓને રસ નથી ??

0
34અધિકારીઓની રહેમ હેઠળ ભૂમાફિયાઓ ?

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળો પર સરકારી જમીન પર ભૂમાફિયાઓએ જમીન પર દબાણ કરી લીધા છે કર્મચારીઓ અને અધિકારીઓએને જાણ હોવા છતાં પણ કર્મચારીઓ કે અધિકારીઓએ તે ભૂમાફિયાઓએ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો કેમ દાખલ કરતાં નથી ? મોરબી અનેક વિસ્તારમાં સરકારી જમીન ભૂમાફિયાઓએ દ્વારા પચાવી પાડવામાં આવી છે પણ કદાચ અધિકારીઓએ ને આ દેખાતું નહીં હોય ?

ગુજરાત સરકાર દ્વારા સરકારી જમીન કે અન્ય લોકોની જમીન કોઈ ભૂમાફિયા જપ્તના કરી લે તે માટે લેન્ડગ્રેબિંગ એક્ટની શરૂરાત કરી પણ મોરબીના અધિકારીઓ કદાચ આ એક્ટનું પાલન કરવાનું ભૂલી ગ્યાં લાગે છે મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ જપ્ત કરી લીધી છે અને અધિકારીઓ માત્ર હાલ જોઈ જ રહ્યા છે સરકારી જમીન માં થતાં દબાણ દૂર કરવા એ અધિકારીઓની ફરજ છે પણ હાલ અધિકારીઓએ તેમની ફરજ પર થી ભાગી રહ્યા છે અને જે કામગીરી કરવાની જરૂર છે તે કામગીરી કરી નથી રહ્યા તેવું હાલ લાગી રહ્યું છે

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગણી જમીન હાલ ભૂમાફિયાઓએ જપ્ત કરીને બેઠા છે ત્યારે અધિકારીઓ કોની શરમ ભરી રહ્યા છે શા માટે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરવામાં અચકાય રહ્યા છે ? આવી ઢીલી નીતિના કારણે અનેક લોકોની જમીન ભૂમાફિયાઓ પચાવી પાડ્યા છે ત્યારે હવે સરકારી જમીન પણ તેજ રીતે ભૂમાફિયાઓ પચાવીને રાજ કરવાં લાગ્યા છે આવી સ્તિથિ રહેશે તો આવનાર સમયમાં સરકારની તમામ જમીન ભૂમાફિયાઓના કબજામાં હશે

અહેવાલ દેવ સનાળિયા (મો.82382 84984)

 

 

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here