શામળાજી પોલીસે ફોર્ડ ઇકો સ્પોર્ટ ગાડીમાંથી એક લાખ થી વધુનો દારૂ ઝડપ્યો

0
46 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ)

શામળાજી પોલીસે ફોર્ડ ઇકો સ્પોર્ટ ગાડીમાંથી એક લાખ થી વધુનો દારૂ ઝડપ્યો

કુલ પેટી નંગ 22 સાથે બોટલ નંગ 264 જેની કિંમત રૂપિયા 1,21,200/- રૂપિયાનો દારૂ ઝડપાયો સાથે એક આરોપી ઝડપાયો

બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણ થી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે ફરી એક વાર શામળાજી પોલીસ દ્વારા ફોર્ડ ઇકો સ્પોર્ટ ગાડીમાંથી દારૂ ઝડપી પાડવામાં સફરતા હાથ લાગી હતી ત્યારે બાતમી અને હકીકત ને આધારે ધંધાસણ ત્રણ રસ્તા પર પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગ માટે ઉભા હતા તે દરમિયાન બાતમી અને હકીકત દ્વારા બોરનાલા થઇ ઓડ ઓડ ધંધાસણ ત્રણ રસ્તા તરફથી ડોડીસરા બાજુ જનાર છે તેમ ગાડી આગળ બે માણસો બાઈક પર પાઇલોટિંગ કરે છે અને પાછળ સીફ્ટ ગાડી પણ છે તેવી હકીકત ને આધારે વાહન ચેકીંગ હાથ ધરતા ઇકો સ્પોર્ટ ગાડી નંબર GJ 01 RX 3733 ને તપાસતા ગાડી માંથી ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી જેમાં કુલ પેટી નંગ 22 સાથે કુલ બોટલ નંગ 264 જેની કિંમત રૂપિયા 1,21,200/- રૂપિયાનો દારૂ ઝડપાયો હતો તેમજ અન્ય મુદામાલ ગાડી સહીત કુલ કિંમત રૂપિયા 3,21,700/ -રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો સાથે આમ પ્રોહીમુદામાલ સાથે એક આરોપી ઝડપાયો હતો અન્ય ત્રણ આરોપી નાસિગયેલ હતા જે અન્વયે શામળાજી પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી આમ ફરી એક વાર મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં શામળાજી પોલીસ ને સફરતા હાથ લાગી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here