લો કરો વાત,પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ બાયડ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના મોબાઇલ અને રોકડ રકમ ચોરાઇ

0
31







અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે એસ.એસ.સી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા એન.એચ.શાહ હાઈસ્કૂલ બાયડ કેન્દ્ર ખાતે ચાલી રહી છે,ત્યારે કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની બહાર મુકેલી બેગમાંથી બહાર બેસેલા સુરક્ષા કર્મીઓની હાજરીમાં ત્રણ મોબાઇલ અને એક હજાર રોકડ ચોરાયા અંગેના અહેવાલ પ્રાપ્ત થયા છે વધુ પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરથી બાયડ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા ત્રણ વિદ્યાર્થીઓએ બાયડ પોલીસને લેખિતમાં આપેલી ફરિયાદ મુજબ આજરોજ વિજ્ઞાન વિષયનું પેપર હોવાથી નિનામા દક્ષાબેન કનુભાઇ, નિનામા પાયલબેન કનુભાઇ, લસુન નરેશભાઇ રણજીતભાઇ ના જણાવ્યા મુજબ તેઓ પરીક્ષા આપવા આવ્યા હોવાથી ઓફીસ આગળ બેગો મુકી પરીક્ષા ખંડમાં ગયા હતા, ત્યારબાદ પરીક્ષા પુર્ણ થતાં ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાની બેગમાં જોતાં અંદરથી મોબાઇલ નંગ-3 અને રોકડ રકમ એક હજાર ગુમ હતા. આશ્ચર્યની વાત તો એ છેકે, લબહાર સુરક્ષા કર્મીઓની હાજરી હોવા છતાં ચોરીની ઘટના બનવા પામી હતી. હાલ તો હતપ્રભ થયેલા વિદ્યાર્થીઓએ બાયડ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here