ટંકારાના ભૂદેવોએ નક્કી કર્યું અમારે હાથા નથી બનવુ ગોપાલ ઇટાલીયા નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કર્યું

0
33ટંકારા ખાતે આયોજિત જન સંવેદનલના કાર્યક્રમમાં સૌથી અગત્યની અને સમગ્ર રાજ્યમાં અનોખો સંદેશ જાય તેવી વાત એ હતી કે અહીં આવેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાનુ બ્રહ્મસમાજદ્વારા સન્માન કરાયુ હતુ. અને “આપ”નો ખોટો વિરોધ કરી રાજકીય હાથા ન બનવા અપીલ કરી હતી. આ સન્માન પ્રસંગે બ્રહ્મસમાજ-ટંકારાના અગ્રણીઓમાં શાંતિભાઈ ત્રિવેદી, દિલીપભાઈ યાજ્ઞિક, અતુલભાઈ ત્રિવેદી, ભાવિન રાવલ, હર્ષ ત્રિવેદી સહિતનાએ ઉપસ્થિત રહી પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા હતા. આ તકે, “આપ”ના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલ, પ્રવિણ રામ, ખેડૂત અગ્રણી ગોવિંદ લાલાણી, મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા, યુવા પ્રમુખ યોગરાજસિંહ ઝાલા ઉપ પ્રમુખ સંજય ભટાસણા ટંકારા પ્રમુખ નરોતમભાઈ પટેલ સહિતના સ્થાનિક હોદેદારો અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકરો અને આમ જનતાએ હાજરી આપેલ હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here