મેઘરજના જીતપુર ગામની કુંવારીકાઓ એ ગૌરીવ્રતની ઉજવણી કરી

0
39 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

મેઘરજના જીતપુર ગામની કુંવારીકાઓ એ ગૌરીવ્રતની ઉજવણી કરી

નાની બાળકીઓ નો એક અનેરો પ્રસંગ એટલે ગૌરીવ્રત અષાઢ મહિનામાં ચાલુ થતું ગૌરીવ્રત જેમાં અષાઢ મહિના ના પહેલા અઠવાડિયામાં નાની કુંવારીકાઓ પોતાના ઘરે છાણ લયી અલગ અલગ પ્રકારના સાત જેટલા અનાજ લઇ ઉઘાડતા હોય છે જેને જવાળા અથવા ગોળો કહેવામાં આવે છે ત્યારે કહેવાય છે કે કુંવાળીકાઓ પોતાના મનપસન્દ જીવનસાથી મેળવવા માટે પાંચ દિવસ ઉપવાસ કરે છે તેમજ દરરોજ સવારે ગોળો ને પાણી ચડાવે છે અને પૂજા કરી કંકુ ના છોટા નાંખે છે દરમિયાન અલગ અલગ દિવસે રાસગરાબ, રમતો, વગેરે રમતા હોય છે અને છેલ્લા દિવસે બાલિકાઓ પોતે લાડો લાડી બની લગ્ન જેવી રસમો સાથે રમતા હોય છે અને છેલ્લા દિવસે સવારે વહેલા ગોળો ને નદીના પાણીમાં પધરાવવામાં આવે છે ત્યારે આ વ્રતની આસ્થા રૂપી ઉજવણી મેઘરજ તાલુકાના જીતપુર ગામની બાળીકાઓ એ કરી હતી જેમાં બાળાઓમાંથી પોતે લાડો લાડી બની લગ્ન જેવી રસમો કરી અને છેલ્લે સવારમાં નદીના પાણીમાં ગોળો પધરાવી ગૌરીવ્રત ની ઉજવણી કરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here