અદાણી મેડી.કોલેજના ઈંડિ.મેડી.પીડિયા.અંતર્ગત આયોજિત ક્વિઝની વિજેતા ટીમ રાજયસ્તરે ભાગ લેશે 

0
40
ક્વિઝ દ્વારા વિધાર્થીઓમાં રહેલા જ્ઞાનનું સંક્ષિપ્ત મૂલ્યાંક્ન કરી શકાય:

અદાણી મેડિકલ કોલેજ ભુજના પીડિયાટ્રિક(બાળરોગ) વિભાગના વિધાર્થીઓ, રાજ્ય સ્તરે યોજાનાર ગુજરાત મેડિકલ કોલેજના છાત્રોની હરોળમાં ભાગ લઈ શકે એ માટે આ ક્ષેત્રના અંડર ગ્રેજ્યુએટ વિધાર્થીઓમાં રહેલા જ્ઞાન,યોગ્યતા અને કૌશલ્યનો તાગ મેળવવા કવિઝ યોજાઈ હતી. અગાઉ છાત્રોની જેમ રેસિડેન્ટ ડોક્ટરો માટે પણ કવિઝનું આયોજન થયું હતુ.

કોલેજ ખાતે ૩૪મા ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક(IAP) અંતર્ગત યોજાયેલી કવિઝના પ્રારંભે હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ અને કોલેજના પ્રોફે.ડો.રેખાબેન થડાનીએ કવિઝની રૂપરેખા આપતા કહુ કે, કવિઝ એક દિમાગી કસરત છે. જેમાં વિદ્યાર્થીઓનું સંક્ષિપ્ત મૂલ્યાંકન કરાય છે.

મેડિકલ કોલેજના બાળરોગ વિભાગ હેઠળ યોજાયેલી કવિઝમાં ૩ ટીમો સ્વૈઇચ્છીક રીતે જોડાઈ હતી. અને ૬ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તે પૈકી બી ટીમના હિતેન કોટડિયા અને હાર્દિક ભૃગ વિજેતા થયા હતા. આ ટીમ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયા હેઠળ યોજાનાર રાજ્યકક્ષાએ ભાગ લેશે. આ કવિઝમાં ડો.રેખાબેન થડાનીએ પ્રશ્નોતરી પ્રસ્તુત કરી હતી. જ્યારે એસો.પ્રો. ડો.એકતા આચાર્ય, સીની.રેસી.ડો.મુકુંદ વાઝા, ડો.શ્રદ્ધા ભિમાણી તેમજ ડો. કરણ પટેલ સહિત રેસી.ડો.એ આયોજન સંભાળ્યું હતું.

ક્વિઝ શબ્દનું ઉદગમસ્થાન ક્યાથી:

ક્વિઝ કાર્યક્મ હેઠળ કોલેજના વિધાર્થીઓમાં થયેલી અંતરંગ ચર્ચા મુજબ ક્વિઝ શબ્દનું ઉદગમસ્થાન સંયુક્ત રાજ્ય અમેરિકા (યુ.એસ.એ.) છે જેનો વર્તમાન અર્થ પરિક્ષણ કરવું થાય છે. અમેરિકી વિરાસત અનુસાર આ શબ્દ અંગ્રેજી ભાષામાં ક્વિ- સેટ પણ થઈ શકે છે. જેનો મૂળ અર્થ સવાલ અને જિજ્ઞાસા છે. ક્વિઝનો પ્રારંભ અમેરિકા, ભારત અને કેનેડાથી થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here