મૃત્યુશૈયા પર રહેલા પતિના સ્પર્મ લેવા પત્ની હાઈકોર્ટે માં ગઈ હાઈકોર્ટે 15 જ મિનિટમાં જ મંજૂરી આપી

0
35ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે પ્રથમ વખત એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી છે. મૃત્યુશૈયા પર પડેલા યુવકના પુત્રની માતા બનવા તેની પત્નીએ વીર્ય સેમ્પલ લેવા કોર્ટ સમક્ષ રાવ નાખી હતી. હાઇકોર્ટે પણ માત્ર પંદર મિનિટમાં આ કેસનો ચુકાદો આપતા તેને મંજૂરી આપી દીધી હતી.

હાઇકોર્ટમાં અરજી કરનારી યુવતીના પતિને કોરોના થતા તબિયત વધુ લથડી હતી. વડોદરા સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ આ યુવક મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થતા સ્થિતિ અત્યંત ગંભીર બની હતી. તબીબોએ પણ તેમના બચવાની આશા છોડી દીધી હતી. દરમિયાન અરજદાર યુવતીએ IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.

ડૉક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મ લેવા પણ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવા ઓર્ડર કર્યો હતો. મહત્વનું છે કે IVF કરવા માટે બંને પક્ષની સંમતિ જરૂરી છે. પરંતુ યુવક છેલ્લાં ઘણાં સમયથી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોનર તરીકે તેમની મંજૂરી મળી શકે તેમ ન હોતું. મહિલાએ પોતાનો વંશ આગળ વધારી શકાય તે માટે કૃત્રિમ રીતે ગર્ભ ધારણ કરવા માટે ડૉકટર પાસે મંજૂરી માંગી હતી અને હોસ્પિટલમાં એડમિટ અરજદારના પતિના સ્પર્મ થકી IVF કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.

આથી હોસ્પિટલના તબીબોએ તેમને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે, પત્નીએ કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતાં 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ સ્પામને જ્યાં સુધી કોર્ટ આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.

આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેક્ટર અનિલકુમાર નામ્બિયાર, ચીફ મેડિકલ ઓફિસર ડો. જ્યોતિ પાટણકર અને મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ વિભાગના ડો. મયૂર ડોડિયાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે હાઇકોર્ટના હુકમ બાદ 20 જુલાઇના રોજ સાંજે 5:09 કલાકે હાથમાં આવ્યા બાદ સાંજે 7:30 કલાક પછી દર્દીના સ્પર્મ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી અને TESE (Testicular Spem Extraction) પદ્ધતિથી દર્દીના સ્પર્મ લઇ લેવામાં આવ્યા છે અને હાલ એને વડોદરાની લેબમાં રાખવામાં આવ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here