ભિલોડા પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મીએ આપઘાત કરતાં ચકચાર

0
40અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીની આપઘાતની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે મળતી માહિતી મુજબ ૨૯ વર્ષીય મંગુબેન નિનામા નામની મહિલા પોલીસકર્મી અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવે છે.જેમને ભિલોડા પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળે ફાંસો ખાધો જીવન ટુંકાવ્યું હતું.સાથે જ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે મહિલા પોલીસ કર્મીનો આપઘાત મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે

જેમાં ભિલોડા પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળે ફાંસો ખાધો જીવન ટુંકાવ્યું અવનવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.જોકે આ મહિલા પોલીસકર્મીના મૃતદેહને હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો છે.બીજી બાજુ પતિ સાથે ઘર કંકાસમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યાનું તારણ પણ જાણવા મળ્યું છે.અને પતિ S.R.P જવાન તરીકે ફરજ બજાવે છે.પોલીસે મૃતદેહ પી.એમ માટે ખસેડી કાર્યવાહી વધુ કાર્યવાહી હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here