મેઘરજના ભેમાપુરમાં બે પુત્રોના ઝઘડામાં વચ્ચે પડેલી માતાને હાથ પર લાકડી વાગતા સારવાર દરમિયાન મોત

0
54 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ ( બ્યુરો ચીફ )

મેઘરજના ભેમાપુરમાં બે પુત્રોના ઝઘડામાં વચ્ચે પડેલી માતાને હાથ પર લાકડી વાગતા સારવાર દરમિયાન મોત

કહેવત છે ને કે માતા સો શિક્ષકો ની ગરજ સારે છે તેવી રીતે જયારે માતા પોતાના દીકરાઓને નવ નવ મહિના કુખે રાખી જન્મ આપે છે તે દર્દ માતા જ જાણી શકે છે પરંતુ આજના આ યુગમાં હવે માતા પોતાના બાળકોને પેટે પાટા બાંધી ભણાઈ ને મોટો કરે છે ત્યારે માતા નું ઋણ ક્યારેક કોઈ ભાગ્યશારી જ પુત્ર આપી શકે છે અને કેટલાક પુત્રો માતાને જાણી શકતા નથી અને માતાની અવગણના કરતા હોય છે જેમના માટે પોતાના મોં થી માતા શબ્દ પણ ધીકારવા લાયક છે ત્યારે આજે એક એવી કરુણ ઘટના સામે આવી છે કે પોતાના દીકરાઓના ઝગડાં થતા વચ્ચે પડતા હાથે લાકડી વાગી હતી જેમાં સારવાર દરમિયાન ઘરે માંનું મોત નીપજ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં ભેમાપુર ગામના વતની 60 વર્ષીય મોઘીબહેન નામની માતા જયારે પોતાના દીકરાઓ વચ્ચે ઘરકંકાશના ઝગડામાં વચ્ચે પડેલ તે દરમિયાન પોતાના દીકરા એ પોતાની માતાના ડાબા હાથ પર લાકડી મારતા ગંભીર ઇજા પોહચી હતી જે દરમિયાન ગંભીર ઇજા થતા સી એન જી રિક્ષામાં મેઘરજ મુકામએ સરકારી દવાખાને લાવ્યા હતા અને સારવાર કરાવી મોઘીબેન ને ઘરે લાવ્યા હતા ત્યારે બાદ 20/7/21 ના રોજ સવારના નવ વાગ્યાએ ફરી સારવાર માટે છત્રીવારા દવાખાને મેઘરજ મુકામે લાવામાં આવ્યા હતા અને પછી ફરીથી ઘરે લયી જવામાં આવ્યા હતા પરંતુ તબિયત નાજુક લાગતા ફરી એક વાર વધુ સારવાર માટે મેઘરજ જનરલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી ફરી ઘરે લાવ્યા હતા ત્યારે માતાના શરીરે હાથ પર વાગેલ લાકડીની ઇજા ગંભીર થયેલી હોવાથી ઇજાગ્રસ્ત થયાં બાદ સારવાર દરમિયાન ઘરે લાવ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું

સમગ્ર ઘટના બાબતે મરણ પામેલ મોઘીબહેનના ભાઈ ને જાણ થતા તુરંત ભેમાપુર આવી પોહ્ચ્યા હતા જે દરમિયાન પોતાની બહેન મૃત હાલત માં ઘરમાં ખાટલામાં પડેલ હતી ત્યારે ઘટનાની જાણ થતા પોતાની બહેન ના મોતનું ચોક્સન કારણ જાણવા શંકાને આધીન મામાં એ ભાણેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે દરમિયાન મેઘરજ પોલીસ દ્વારા મહિલાની લાશને પી એમ અર્થે મેઘરજ મુકામે લાવામાં આવી જેમાં મહિલાના મોતની સમગ્ર ઘટના બાબતે મામાં એ ભાણેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે મેઘરજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here