અનિરાદિચિતા થિયેટર અને ફિલ્મ્સ દ્વારા ગિલોય ના ઉપયોગ તથા સેવન વિશે શેહેરને જાગૃત કરવા કાલોલમાં નાટક ભજવાયું

0
33પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
તારીખ 21 જુલાઈ, બુધવાર ના રોજ કાલોલમાં અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ દ્વારા ખૂબ જ મનોરંજક રીતે ગળો (ગીલોય) વિશે માહિતિ આપવામાં આવી હતી. આયુષ મંત્રાલયના અંતર્ગત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના બોટની ડિપાર્ટમેન્ટ (સાયન્સ ફેકલ્ટી) દ્વારા ‘અમૃતા ફોર લાઇફ : ગિલોઈ ‘ પહેલ અંતર્ગત ઔષધિય ગુણો ધરાવતા એવા ગિલોઈના ૧૦૦૦ રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું.કોરોના ની મહામારી ના સમય માં લોકો ની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેમને કોરોના સામે રક્ષણ મળે તે હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના બોટની વિભાગે ગિલોઈ ના 2 લાખ રોપા નુ વિવિધ સ્થળોએ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઉપક્રમે 21 જુલાઈ ના રોજ કાલોલ માં રોપા વિતરણ તથા ગિલોઈ વિશે જાગૃતતા ફેલાવવા બોટની વિભાગ ના સભ્યો તથા અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ ના કલાકારો આવ્યા હતાં. તેઓ વિવિધ નારા જેમકે ‘ અમૃતા લગામ છે ગીલોય એનું નામ છે ‘ અને ‘ સ્વાસ્થ્યને સુધારીએ ગીલોય ને અપનાવીએ ‘ થકી લોકોમાં જન જાગૃતિ ફેલાવી આ છોડના ઉપયોગ તથા તેના સેવનથી થતાં ફાયદા વિશે એક સુંદર નાટક પ્રસ્તુત કર્યું. આ નાટક અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ ના ફાઉન્ડર અનિકેત પંડયા દ્વારા નિર્દેશિત કરવા માં આવ્યું હતું જેમાં ગિલોઈ ની ઉત્પત્તિ, તેના ઉપયોગ ની રીત, તેના ફાયદા ખૂબ સરળ ભાષા માં અને મનોરંજક રીતે સમજાવવા માં આવ્યાં હતાં. સૌ લોકો ને માહિતી આપવાની આ રીત ખૂબ પસંદ આવી હતી.આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય,ઉપપ્રમુખ સચિનભાઈ કાછિઆ,કા.સભ્ય યુવરાજસિંહ રાઠોડ, ભાજપા ના જી.ઉપપ્રમુખ ડૉ યોગેશભાઈ પંડ્યા તથા શહેર મહામંત્રી હર્ષ કાછિઆ હાજર રહ્યાં હતાં.અનિરાદિચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સ આવનારા સમય માં આવાં અનેક નાટક કાલોલ ની જનતા માટે ગોઠવતાં રહેશે અને તેઓ કાલોલમાં નાટયકળાં ને સામાન્ય લોકો માટે વિસ્તારવા માંગે છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here