બે યુવાનોની ચીખલી પોલીસ કસ્ટોડીયલ ડેથની યોગ્ય તપાસ કરાવવા ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ…

0
24ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા  જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ચીખલી પોલીસ બે આદિવાસી યુવાનોની કસ્ટોડીયલ ડેથની યોગ્ય તપાસ માંગ કરાઈ

ડાંગ જિલ્લા આમ આદમીનાં પ્રમુખ મનીષભાઈ મારકણા તથા કાર્યકર્તાઓ એ આજરોજ સાંજે ચાર વાગે જિલ્લા કલેકટર પંડયા મારફતે ગુજરાતનાં રાજયપાલને એક આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં તેઓ જણાવ્યું છે કે ગતરોજ ચિખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાનાં વધઈ ગામ માં રહેતાં  બે આદિવાસી યુવાનોએ ફાંસી લગાવી આત્મ હત્યા કરી છે. જે બાબત સંકા ઉપજાવે તેવી છે. ડાંગ નાં વધઈ ગામ માં રહેતાં રવી જાદવ તેમજ સુનિલ પવાર ચિખલી પોલીસ દ્રારા પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના શંકાસ્પંદ મોત થયેલ છે. જે બાબતે પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરતા પોલીસ અધિકારીઓએ અક્સ્માતે મોતની તપાસની હાલ ચાલું છે યોગ્ય તપાસ કરી આદિવાસી પરિવારને ન્યાય અપાવવા વાત કરેલ છે. આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટી ડાંગ દ્રારા માંગ કરવામાં આવે છે કે, ઘટના સ્થળે હાજર પોલીસ સ્ટાફના નાર્કોટેસ્ટ કરવામાં આવે તેમજ જ્યાંથી આદિવાસી બાળકોને અટકાયત કરવામાં આવી તે વઘઈ ગામના CCTV ફુટેજ તેમજ ચિખલી પોલીસ સ્ટેશનના CCTV ફુટેજની યોગ્ય તપાસ કરવામાં આવે અને કયાં કારણો સર તેમને કસ્ટડીમાં લેવામાં આવેલ તે સમયે જે તે પોલીસ સ્ટેશનના નિતિ નિયમના મુજબ જે કંઇ પણ લખાણ કરવામાં આવેલ તેની યોગ્ય તપાસ કરવામાં આવે એવી આપશ્રી મહામહિમ પાસે આમ આદમી પાર્ટી,ડાંગ એ માંગ કરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here