શહેરા તાલુકાના નાડા ગામના નાગરિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

0
19પંચમહાલ.શહેરા

રિપોર્ટર. કાદિરદાઢી

શહેરા તાલુકાના નાડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મિટિંગ રાખવામાં આવી. જેમાં નાડા ગામના નવ યુવાન સુરેશભાઈ બારીઆ તથા ખોજલવાસા ગામના મહેશભાઈ બારીઆ દ્વારા રાખવામાં આવેલી યુવાનોની મિટિંગમાં પાંત્રીસ જેટલા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. પાર્ટીની ટોપી પહેરી સૌએ ગૌરવ અનુભવ અનુભવ્યો હતો. મિટિંગમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૫૦૦ કાર્યકરો આમ આદમી પાર્ટીની પ્રચાર કામગીરી કરી રહ્યા છે. સૌ પાર્ટીની વિચારધારા, પાર્ટી શું છે, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરી જેવી બાબતો લોકો સુધી પહોંચાડવા કામ કરી રહ્યા છે. અને શહેરા તાલુકામાં પણ પચાસ જેટલા ગામોના યુવાનો પાર્ટીમાં જોડાયા છે તેથી પરિવર્તન આવનારા સમયમાં જોવા મળશે જ એમ કહી સૌને પાર્ટીના પ્રચારમાં જોડાવા આહવાન કર્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ વધુ જણાવ્યું હતું કે, આજે પાર્ટીમાં જોડાવા માટે યુવાનો સામેથી સંપર્ક કરી રહ્યા છે તે પાર્ટીની લોક ચાહના અને જરુરીયાત છે એમ સાબિત થાય છે. એમ કહી સૌને મિટિંગમાં ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો આભાર માન્યો હતો.
આજની આ મિટિંગમાં ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, જિલ્લા સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ તથા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા ગોપાલભાઈ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here